Pramāṇa · Search · About · API

Viyahapannatti 1421

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1421

Language
Gujarati

1421

‘ભગવતી’ સૂત્ર-૯૮૩ થી ૯૯૦ :– [૨૬/–/૪ થી ૧૧/૯૮૩ થી ૯૯૦] [ઉદ્દેશા ક્રમ મુજબ એક એક સૂત્ર]
[૯૮૩] ભગવન્‌! અનંતરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધેલુ૦ પ્રશ્ન? ગૌતમ! કેટલાકે૦ એ પ્રમાણે જેમ અનંતરોત્પન્નકના નવ દંડક સહિતનો ઉદ્દેશો કહેલો, તેમ અનંતરાવગાઢ પણ અન્યૂનાધિક નૈરયિક યાવત્‌ વૈમાનિક સુધી કહેવો. ભગવન્‌! તે એમ જ છે. [૪]
[૯૮૪] ભગવન્‌! પરંપરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધેલુ૦ પ્રશ્ન? પરંપરોત્પન્ન ઉદ્દેશા સમાન સંપૂર્ણ કહેવું. ભ૦ તેમજ છે. [૫]
[૯૮૫] ભગવન્‌! અનંતરાહારક નૈરયિકે પાપકર્મ બાંધેલુ૦ પ્રશ્ન? ગૌતમ! અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. -X- [૬]
[૯૮૬] ભગવન્‌! પરંપરાહારક નૈરયિકે પાપકર્મ બાંધેલુ૦ પ્રશ્ન? ગૌતમ! પરંપરોત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - X - [૭]
[૯૮૭] ભગવન્‌! અનંતર પર્યાપ્તક નૈરયિકે પાપકર્મ બાંધેલુ૦ પ્રશ્ન? ગૌતમ! અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. -X- [૮]
[૯૮૮] ભગવન્‌! પરંપર પર્યાપ્તક નૈરયિકે પાપકર્મ બાંધેલુ૦ પ્રશ્ન? ગૌતમ! પરંપરોત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. - X - [૯]
[૯૮૯] ભગવન્‌! ચરમ નૈરયિકે પાપકર્મ બાંધેલુ૦ પ્રશ્ન? ગૌતમ! પરંપરોત્પન્ન ઉદ્દેશા મુજબ અહીં સંપૂર્ણ કહેવું. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે યાવત્‌ વિચરે છે. [૧૦]
[૯૯૦] ભગવન્‌! અચરમ નૈરયિકે શું પાપકર્મ બાંધેલુ૦ આદિ પ્રશ્ન? ગૌતમ! કેટલાકે૦ એ પ્રમાણે જેમ પહેલો ઉદ્દેશો તેમ પહેલો-બીજો ભંગ સર્વત્ર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધી કહેવું.
ભગવન્‌! અચરમ મનુષ્યે શું પાપકર્મ બાંધેલુ૦ પ્રશ્ન. ગૌતમ! કેટલાંકે બાંધેલુ, બાંધે છે, બાંધશે. કેટલાંકે બાંધેલુ, બાંધે છે, બાંધશે નહીં. કેટલાંકે બાંધેલુ, બાંધતા નથી, બાંધશે. [ત્રણ ભંગ]
ભગવન્‌! સલેશ્યી અચરમ મનુષ્યે શું પાપકર્મ બાંધેલુ? પૂર્વવત્‌ છેલ્લા ભંગને છોડીને ત્રણ ભંગ ઉદ્દેશા-૧-સમાન કહેવા. વિશેષ એ કે – જે વીસ પદોમાં ચાર ભંગ છે, તેમાં અહીં છેલ્લા ભંગને છોડીને પહેલાના ત્રણ ભંગો કહેવા.
અલેશ્યી, કેવળજ્ઞાની, અયોગી આ ત્રણેમાં પ્રશ્ન ન કરવો. બાકી પૂર્વવત્‌.
વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક વિશે નૈરયિક સમાન કહેવું.
ભગવન્‌! અચરમ નૈરયિકે શું જ્ઞાનાવરણીય કર્મ બાંધેલુ૦? ગૌતમ! ‘પાપકર્મ’ સમાન અહીં કહેવું. વિશેષ એ કે - મનુષ્યોમાં સકષાયી અને લોભકષાયીમાં પહેલો, બીજો ભંગ કહેવો અને બાકીના અઢાર પદોમાં છેલ્લા ભંગને છોડીને ત્રણ ભંગ શેષ સર્વત્ર વૈમાનિક પર્યન્ત પૂર્વવત્‌. દર્શનાવરણીય કર્મમાં એ પ્રમાણે જ બધું કહેવું.
વેદનીયનમાં સર્વત્ર પણ પહેલો, બીજો ભંગ વૈમાનિક સુધી કહેવો. માત્ર મનુષ્યોમાં અલેશ્યી, કેવળી, અયોગી હોતા નથી.
ભગવન્‌! અચરમ નૈરયિકે મોહનીયકર્મ બાંધેલુ૦ પ્રશ્ન? ગૌતમ! પાપકર્મ માફક બધું જ વૈમાનિક પર્યન્ત કહેવું.
ભગવન્‌! અચરમ નૈરયિકે આયુકર્મ બાંધેલું? પ્રશ્ન. ગૌતમ! પહેલો, બીજો ભંગ કહેવો.
આ પ્રમાણે નૈરયિકોના બહુવચના સર્વે પદોમાં પહેલો, ત્રીજો ભંગ કહેવો. માત્ર સમ્યક્‌ મિથ્યાત્વમાં ત્રીજો ભંગ કહેવો. આ પ્રમાણે સ્તનિતકુમાર સુધી કહેવું.
પૃથ્વી, અપ્‌, વનસ્પતિકાયિકમાં તેજોલેશ્યામાં ત્રીજો ભંગ બાકીના પદોમાં સર્વત્ર પહેલો, ત્રીજો ભંગ કહેવો. તેઉ, વાયુમાં સર્વત્ર પહેલા ત્રણ ભંગો, બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોમાં એ પ્રમાણે જ કહેવું. માત્ર સમ્યક્‌ત્વ, અવધિજ્ઞાન, આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન એ ચાર સ્થાનોમાં ત્રીજો ભંગ કહેવો.
પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં સમ્યક્‌ મિથ્યાત્વમાં ત્રીજો ભંગ. બાકીના પદોમાં સર્વત્ર પહેલો, ત્રીજો ભંગ. મનુષ્યોમાં સમ્યક્‌મિથ્યાત્વ, અવેદક, અકષાયમાં ત્રીજો ભંગ. અલેશ્ય, કેવળજ્ઞાન, અયોગીમાં ન પૂછવું. બાકી પદોમાં સર્વત્ર પહેલો-ત્રીજો ભંગ. વ્યંતર-જ્યોતિષ્ક-વૈમાનિકોને નૈરયિકવત્‌ જાણવા.
નામ, ગોત્ર અને અંતરાયકર્મમાં સંપૂર્ણ જ્ઞાનાવરણીય માફક જ કહેવું. - ભગવન્‌! તે એમ જ છે કહી યાવત્‌ વિચરે છે.

Linked texts (1)