Viyahapannatti 1422
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1422
- Language
- Gujarati
1422
અનંતરાવગાઢ - ઉત્પત્તિ સમય અપેક્ષાએ અહીં અનંતર અવગાઢત્વ જાણવું. અન્યથા અનંતરોત્પન્ન અને અનંતરાવગાઢમાં નિર્વિશેષતા નહીં રહે. - X - આહારકત્વના પ્રથમ સમયવર્તી તે અનંતરાહારક અને દ્વિતીયાદિ સમયવર્તી તે પરંપરાહારક. પર્યાપ્તકત્વના પ્રથમ સમયવર્તી તે અનંતર પર્યાપ્તક. તે પર્યાપ્તિ સિદ્ધ થતાં જ તેના ઉત્તર કાળે જ પાપકર્માદિ અબંધલક્ષણ કાર્યકારી થાય છે. તેથી તેને અનંતરોત્પન્નવત્ વ્યપદેશ કરાય છે. તેથી જ કહ્યું – ‘જેમ અનંતરોત્પન્ન.’
ચરમ - પુનઃ તે ભવ પ્રાપ્ત ન કરનાર. અહીં જો કે અવિશેષણથી અતિદેશ કર્યો છે, તો પણ વિશેષથી જાણવો. તેથી કહે છે – ચરમો-દ્દેશકને પરંપરોદ્દેશકવત્ કહેવો. પરંપરોદ્દેશક પહેલા ઉદ્દેશાવત્ છે. તેમાં મનુષ્ય પદમાં આયુષ્યની અપેક્ષાએ સામાન્યથી ચારે ભંગો કહ્યા. તેમાં ચરમ મનુષ્ફના આયુષ્ક કર્મબંધને આશ્રીને ચોથો જ ઘટે. કેમકે જે ચરમ એવો આ આયુ બાંધેલ છે, બાંધતો નથી, બાંધશે નહીં. અન્યથા ચરમત્વ જ ન રહે. એ રીતે બીજો પણ વિશેષ જાણવું. અચરમ છે તે ભવને ફરી પ્રાપ્ત કરશે. તેમાં અચરમ ઉદ્દેશામાં પંચેન્દ્રિયતિર્યંચ સુધીના પદોમાં પાપકર્મ આશ્રીને પહેલા બે ભંગો, મનુષ્યોને છેલ્લો ભંગ વર્જીને ત્રણે ભંગ કહેવા. - X -
અચરમ મનુષ્ય ઈત્યાદિ વીશ પદોમાં૦ - તે આ પ્રમાણે છે – ૧. જીવ, ૨. સલેશ્ય, ૩. શુક્લલેશ્ય, ૪. શુક્લપાક્ષિક, ૫. સમ્યગ્દૃષ્ટિ, ૬. જ્ઞાની, ૭ થી ૧૦. મતિજ્ઞાનાદિ ચતુષ્ક, ૧૧. નોસંજ્ઞોપયુક્ત, ૧૨. વેદ, ૧૩. સકષાય, ૧૪. લોભકષાય, ૧૫. સયોગી, ૧૬ થી ૧૮. મનોયોગી આદિ ત્રણે. ૧૯. સાકારોપયુક્ત, ૨૦. અનાકારોપયુક્ત.
આ પદોમાં સામાન્યથી ભંગચતુષ્ક સંભવે છતાં અચરમત્વથી મનુષ્યપદે ચોથો ભંગ નથી. ચરમમાં જ તે સંભવે છે.
અલેશ્યી આદિ ત્રણ ચરમ જ હોય તેથી તેનો પ્રશ્ન અહીં ન કરવો. જ્ઞાનાવરણીય દંડક પણ આ પ્રમાણે છે. માત્ર વિશેષ એ કે - પાપકર્મ દંડકમાં સકષાય, લોભકષાયાદિમાં પહેલાં ત્રણે ભંગો કહ્યા. અહીં પહેલા બે જ કહેવા. કેમકે આ, જ્ઞાનાવરણીય ન બાંધીને ફરી બંધક ન થાય. કષાયી સદૈવ જ્ઞાનાવરણના બંધક હોય. ચોથો ભંગ અચરમત્વથી ન હોય.
વેદનીયમાં સર્વત્ર પહેલો, બીજો ભંગ છે. કેમકે ત્રીજો-ચોથાનો અસંભવ છે. પૂર્વે કહેલ યુક્તિ મુજબ સંભવતો નથી. અયોગીને બીજો ભંગ જ હોય.
આયુદંડકમાં-અચરમને પહેલો-ત્રીજો ભંગ છે. પહેલો પ્રસિદ્ધ છે, અચરમત્વથી બીજો ભંગ નથી. કેમકે અચરમને આયુબંધ અવશ્ય થાય. ત્રીજા ભંગમાં તેના અબંધકાળમાં આયુકર્મ ન બાંધે, અચરમત્વને લીધે ભવિષ્યમાં બાંધશે. બાકીના પદોની ભાવના પૂર્વોક્તાનુસાર કરવી.
પ્રત્યેક ઉદ્દેશક બન્ધી શબ્દથી ઉપલક્ષિત હોવાથી આ બંધીશતક છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit