Pramāṇa · Search · About · API

Viyahapannatti 1431

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1431

Language
Gujarati

1431

વિવેચન :–૯૯૩, ૯૯૪
અનંતરોપપન્ન નારકાદિમાં જે સમ્યક્‌-મિથ્યાત્વ, મનોયોગ, વાક્‌યોગ આદિ પદો અસંભવ હોવાથી પૂછવા નહીં, તે જેમ બંધિશતકમાં કહ્યું તેમ અહીં પણ કહેવું. - - [શંકા] પહેલા ભંગમાં બધાં તિર્યંચથી આવીને ઉત્પન્ન થયા તેમ કહ્યું, તે કઈ રીતે સંભવે? આનતાદિ દેવો, તીર્થંકરાદિ મનુષ્ય વિશેષો ત્યાંથી આવીને ઉત્પન્ન ન થાય? એ રીતે બીજા ભંગોમાં પણ કહેવું.
[સમાધાન] સત્ય છે, પણ બહુલતાને આશ્રીને આ ભંગો ગ્રહણ કરવા, આ પ્રમાણે વૃદ્ધ વચનથી અમે કહ્યું. - - કર્મ સમર્જન લક્ષણ શતક પૂર્ણ.

Linked texts (1)