Pramāṇa · Search · About · API

Viyahapannatti 1433

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1433

Language
Gujarati

1433

‘ભગવતી’ સૂત્ર-૯૯૫ :– [૨૯/–/૧/૯૯૫]
ભગવન્‌! જીવો, પાપકર્મ શું (૧) એક કાળે વેદવાનો આરંભ કરે છે અને એક કાળે સમાપ્ત કરે છે? (૨) એક કાળે આરંભ કરે છે અને અંત ભિન્ન કાળે કરે છે? (૩) ભિન્ન કાળે આરંભે છે અને એક કાળે અંત કરે છે? (૪) ભિન્ન કાળે આરંભે છે અને ભિન્ન કાળે અંત કરે છે? ગૌતમ! કેટલાંક એક કાળે આરંભ કરે છે અને એક કાળે અંત કરે છે. યાવત્‌ કેટલાંક ભિન્ન કાળે આરંભે છે અને ભિન્ન કાળે અંત કરે છે. - - ભગવન્‌! એમ કેમ કહ્યું - X -?
ગૌતમ! જીવો ચાર ભેદે છે – (૧) કેટલાંક સમાનાયુ સમાનોત્પન્ન છે. (૨) કેટલાંક સમાનાયુ વિષમોત્પન્નક છે. (૩) કેટલાંક વિષમાયુ સમાનોત્પન્ન છે. (૪) કેટલાંક વિષમાયુ વિષમોત્પન્નક છે. તેમાં જે સમાનાયુ સમાનોત્પન્ન છે, તેઓ પાપકર્મ એક કાળે વેદવાનું આરંભી, એક કાળે અંત કરે છે. તેમાં જે સમાયુ વિષમોત્પન્નક છે, તેઓ પાપકર્મ એક કાળે આરંભી ભિન્ન ભિન્ન કાળે અંત કરે છે. તેમાં જે વિષમાયુ સમાનોત્પન્ન છે, તેઓ પાપકર્મ વેદન ભિન્ન ભિન્ન કાળે આરંભી, સમકાળે અંત કરે છે. તેમાં જે વિષમાયુ વિષમોત્પન્ન છે, તેઓ પાપ કર્મવેદન ભિન્ન ભિન્ન કાળે આરંભી, ભિન્ન ભિન્ન કાળે અંત કરે છે. માટે કહ્યું.
ભગવન્‌! સલેશ્યી જીવો પાપકર્મ૦? પૂર્વવત્‌. એ પ્રમાણે અનાકારોપયુક્ત સુધી બધાં સ્થાનોમાં બધાં પદોમાં આ વક્તવ્યતા કહેવી.
ભગવન્‌! નૈરયિકો પાપકર્મોનું વેદન સમકાળે અને અંત પણ સમકાળે કરે૦ ઈત્યાદિ પ્રશ્નો? ગૌતમ! કેટલાંક સમકાળે આરંભે. એ પ્રમાણે જીવોમાં કહ્યા મુજબ કહેવું. યાવત્‌ અનાકારોપયુક્તતા. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું, પણ જે જેને હોય, તે આ ક્રમ વડે ‘પાપદંડક’વત્‌ કહેવું. આ જ ક્રમથી આઠે કર્મપ્રકૃત્તિમાં આઠ દંડકો જીવથી વૈમાનિક સુધી કહેવા. આ નવ દંડક સહિત પહેલો ઉદ્દેશો કહેવો. ભગવન્‌! તે એમ જ છે.

Linked texts (1)