Viyahapannatti 1442
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1442
- Language
- Gujarati
1442
વિવેચન :–૯૯૯
ક્રિયાવાદી નારકો જે નૈરયિક કે દેવાયુ ન બાંધે, તે નારકભવાનુભવથી જ છે. જે તિર્યંચાયુ ન બાંધે, તે ક્રિયાવાદાનુભાવથી જાણવું. અક્રિયાવાદી આદિ ત્રણ સમોસરણમાં બધાં પદોમાં તિર્યંચ અને મનુષ્યાયુ જ થાય. પરંતુ સમ્યક્-મિથ્યાદૃષ્ટિ નારકોમાં અંતિમ બે સમોસરણ જ છે. તેમને આયુબંધ નથી, તે ગુણસ્થાનક સ્વભાવથી જાણવું. પૃથ્વીકાયિકને મનુષ્ય-તિર્યંચાયુ છે. અપર્યાપ્તક અવસ્થામાં તેજોલેશ્યી પૃથ્વીકાયિકને તેવા ભાવથી આયુનો બંધ નથી. પંચેન્દ્રિય તિર્યંચ, જો સમ્યગ્દૃષ્ટિ, કૃષ્ણલેશ્યાદિ પરિણત હોય તો એક જ આયુ ન બાંધે. સમ્યગ્દૃષ્ટિ વૈમાનિકનું. તેજોલેશ્યી ક્રિયાવાદી, વૈમાનિકાયુ જ બાંધે, બાકીના ત્રણે ત્રણ કે ચાર ભેદે આયુ બાંધે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit