Pramāṇa · Search · About · API

Viyahapannatti 1443

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1443

Language
Gujarati

1443

‘ભગવતી’ સૂત્ર-૧૦૦૦ :– [૩૦/–/૨/૧૦૦૦]
અનંતરોત્પન્ન નૈરયિક શું ક્રિયાવાદી૦ પ્રશ્ન? ગૌતમ! ક્રિયાવાદી યાવત્‌ વૈનયિકવાદી પણ છે.
ભગવન્‌! સલેશ્યી અનંતરોપપન્નક નૈરયિક શું ક્રિયાવાદી૦ છે? પૂર્વવત્‌. એ પ્રમાણે જેમ ઉદ્દેશા-૧-માં નૈરયિક વક્તવ્યતા કહી, તેમ અહીં પણ કહેવા. વિશેષ એ કે - અનંતરોપપન્નક નૈરયિકમાં જે જેને છે, તે તેને કહેવું. એ પ્રમાણે સર્વે જીવો, વૈમાનિક સુધી જાણવું. વિશેષ એ - અનંતર ઉત્પન્નકમાં જે જેને હોય, તે તેને કહેવું.
ભગવન્‌! ક્રિયાવાદી અનંતરોત્પન્ન નૈરયિક શું નૈરયિકાયુ બાંધે૦ પ્રશ્ન? ગૌતમ! એક પણ આયુ ન બાંધે. આ રીતે અક્રિયા આદિ ત્રણે વાદી કહેવા.
ભગવન્‌! સલેશ્યી ક્રિયાવાદી અનંતરોત્પન્ન નૈરયિક, નૈરયિક આયુ૦ બાંધે? ગૌતમ! એક પણ આયુ ન બાંધે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે સર્વે સ્થાનોમાં અનંતરોત્પન્ન નૈરયિક કોઈ જ આયુ ન બાંધે, તેમ અનાકારોપયુક્ત સુધી કહેવું. એ રીતે વૈમાનિક સુધી જે જેને હોય તે તેને કહેવું.
ભગવન્‌! ક્રિયાવાદી અનંતરોત્પન્ન નૈરયિક ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક? ગૌતમ! તે ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. અક્રિયાવાદી વિશે પ્રશ્ન? ગૌતમ! તે ભવસિદ્ધિક પણ છે, અભવસિદ્ધિક પણ છે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવા.
ભગવન્‌! સલેશ્યી ક્રિયાવાદી અનંતરોત્પન્ન નૈરયિક ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક? ગૌતમ! તે ભવસિદ્ધિક છે, અભવ૦ નથી. એ પ્રમાણે આ અભિલાપ વડે ઔઘિક ઉદ્દેશમાં જેમ નૈરયિકોની વક્તવ્યતા છે, તેમ અહીં પણ અનાકારોપયુક્ત સુધી કહેવી. એ રીતે વૈમાનિક સુધી જાણવું. વિશેષ એ કે - જેને હોય તે તેને કહેવું. તેનું લક્ષણ આ છે - જે ક્રિયાવાદી, શુક્લપાક્ષિક - મિશ્રદૃષ્ટિ છે, એ બધાં ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. બાકીના બધાં ભવ સિદ્ધિક પણ છે, અભવસિદ્ધિક પણ છે. - - ભગવન્‌! તે એમ જ છે.

Linked texts (1)