Pramāṇa · Search · About · API

Viyahapannatti 1463

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1463

Language
Gujarati

1463

‘ભગવતી’ સૂત્ર-૧૦૧૮ થી ૧૦૨૧ :– [૩૩/૧/–/૧ થી ૧૧/૧૦૧૮ થી ૧૦૨૧]
[૧૦૧૮ (ઉદ્દેશો-૧)] ભગવન્‌! એકેન્દ્રિયો કેટલાં છે? ગૌતમ! પાંચ ભેદે-પૃથ્વીકાયિક યાવત્‌ વનસ્પતિકાયિક. - - ભગવન્‌! પૃથ્વીકાયિક કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે - સૂક્ષ્મ૦ અને બાદર૦
ભગવન્‌! સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે. પર્યાપ્તા૦ અને અપર્યાપ્તા૦ સૂક્ષ્મપૃથ્વીકાયિક. - - ભગવન્‌! બાદર પૃથ્વીકાયિક કેટલા ભેદે છે? ગૌતમ! સૂક્ષ્મ૦ સમાન. - - એ રીતે અપ્‌કાયિક પણ ચાર ભેદે કહેવા. એ પ્રમાણે વનસ્પતિકાયિક કહેવા.
ભગવન્‌! અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિકોની કેટલી કર્મ પ્રકૃત્તિ છે? ગૌતમ! આઠ. - જ્ઞાનાવરણીય યાવત્‌ અંતરાય. પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકની કેટલી કર્મપ્રકૃત્તિ છે? ગૌતમ! આઠ, પૂર્વવત્‌. એ પ્રમાણે અપર્યાપ્ત અને પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકમાં પણ ૮ પ્રકૃત્તિ જાણવી. એ રીતે આ ક્રમે યાવત્‌ પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિક છે.
ભગવન્‌! અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલી કર્મપ્રકૃતિ બાંધે? ગૌતમ! સાત ભેદે પણ બાંધે, આઠ ભેદે પણ બાંધે. સાત બાંધતો આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિઓ બાંધે, આઠ બાંધતો પ્રતિપૂર્ણ આઠ કર્મપ્રકૃતિ બાંધે.
ભગવન્‌! પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલી કર્મપ્રકૃતિ બાંધે? પૂર્વવત્‌. એ પ્રમાણે બધી યાવત્‌ હે ભગવન્‌! પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિક કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? પૂર્વવત્‌.
ભગવન્‌! અપર્યાપ્તા સૂક્ષ્મપૃથ્વીકાયિકો કેટલી કર્મપ્રકૃતિ વેદે છે? ગૌતમ! ચૌદ. - જ્ઞાનાવરણીય યાવત્‌ અંતરાય, શ્રોત્ર-ચક્ષુ-ઘ્રાણ-જીભઈન્દ્રિય આવરણ, સ્ત્રી-પુરુષવેદાવરણ. એ પ્રમાણે ચારે ભેદ સહિત યાવત્‌ ભગવન્‌! પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક કેટલી કર્મપ્રકૃતિઓ વેદે? ગૌતમ! એ પ્રમાણે જ ચૌદ કર્મપ્રકૃતિ વેદે. - - ભગવન્‌! તે એમ જ છે (૨).
[૧૦૧૯ (ઉદ્દેશો-૨)] ભગવન્‌! અનંતરોત્પન્ન એકેન્દ્રિય કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે - પૃથ્વીકાયિક યાવત્‌ વનસ્પતિ-કાયિક. - - ભગવન્‌! અનંતરોત્પન્ન પૃથ્વીકાયિક કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે - સૂક્ષ્મ૦ અને બાદર પૃથ્વીકાયિક. એ પ્રમાણે બે-બે ભેદ વનસ્પતિકાયિક પર્યન્ત જાણવા.
ભગવન્‌! અનંતરોત્પન્ન સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિઓ છે? ગૌતમ! આઠ - જ્ઞાનાવરણીય યાવત્‌ અંતરાય. - - ભગવન્‌! અનંતર ઉત્પન્ન બાદર પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિઓ છે? ગૌતમ! આઠ. પૂર્વવત્‌. એ પ્રમાણે યાવત્‌ અનંતરોત્પન્નક બાદર વનસ્પતિકાયિકોની જાણવી.
ભગવન્‌! અનંતરોત્પન્ન સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલી કર્મપ્રકૃતિ બાંધે? ગૌતમ! આયુને વર્જીને સાત બાંધે. એ રીતે યાવત્‌ અનંત-રોત્પન્ન બાદર વનસ્પતિકાયિકની જાણવી. - - - ભગવન્‌! અનંતરોત્પન્ન સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલી કર્મપ્રકૃતિઓ વેદે છે? ગૌતમ! ચૌદ. પૂર્વવત્‌ - જ્ઞાનાવરણીય યાવત્‌ પુરુષવેદાવરણ. એ પ્રમાણે અનંતરોત્પન્ન બાદર વનસ્પતિકાયિક સુધી જાણવું.
[૧૦૨૦ (ઉદ્દેશો-૩)] ભગવન્‌! પરંપરોપપન્નક એકેન્દ્રિયો કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે – પૃથ્વીકાયિકાદિ, ઔઘિક ઉદ્દેશા-નુસાર તેના ચાર-ચાર ભેદો કહેવા. - - ભગવન્‌! પરંપરોત્પન્ન અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃત્તિઓ છે? એ રીતે આ અભિલાપથી ઔઘિક ઉદ્દેશક મુજબ બધું જ કહેવું યાવત્‌ ચૌદને વેદે છે - - ભગવન્‌! તે એમ જ છે.
[૧૦૨૧ (ઉદ્દેશા-૪ થી ૧૧)] – (૪) અનંતરાવગાઢ, અનંતરોત્પન્નવત્‌. (૫) પરંપરાવગાઢ, પરંપરોત્પન્નવત્‌. (૬) અનંતરાહારક, અનંતરોત્પન્નવત્‌. (૭) પરંપરાહારક, પરંપરોત્પન્નવત્‌. (૮) અનંતર પર્યાપ્તક, અનંતરોત્પન્નવત્‌. (૯) પરંપર પર્યાપ્તકો, પરંપરોત્પન્નવત્‌ (૧૦) ચરમો પણ પરંપરોત્પન્નવત્‌. (૧૧) એ પ્રમાણે અચરમ પણ જાણવી. - - - આ પ્રમાણે ૧૧-ઉદ્દેશાઓ છે.
ભગવન્‌! તે એમ જ છે, યાવત્‌ વિચરે છે. એકેન્દ્રિય શતક પૂરું.
શતક-૩૩, શતક શતક-૨, ઉદ્દેશક-૧ થી ૧૧

Linked texts (1)