Viyahapannatti 1464
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1464
- Language
- Gujarati
1464
‘ભગવતી’ સૂત્ર-૧૦૨૨ :– [૩૩/૨/–/૧ થી ૧૧/૧૦૨૨]
ભગવન્! કૃષ્ણલેશ્યી એકેન્દ્રિય કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે. - પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક. - - ભગવન્! કૃષ્ણ-લેશ્યી પૃથ્વીકાયિક કેટલા ભેદે છે? બે ભેદે - સૂક્ષ્મ૦ અને બાદર પૃથ્વીકાયિક. ભગવન્! કૃષ્ણલેશ્યી સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલા ભેદે છે? ગૌતમ! આ આલાવા વડે એ રીતે ચાર ચાર ભેદો જેમ ઔઘિક ઉદ્દેશામાં કહ્યા તેમ વનસ્પતિકાય સુધી કહેવું.
ભગવન્! કૃષ્ણલેશ્યી અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મ પ્રકૃતિઓ છે? પૂર્વવત્, ઔઘિક ઉદ્દેશાનુસાર આ આલાવો કહેવો. - - એ પ્રમાણે જ બાંધે છે, એ પ્રમાણે જ વેદે છે. - ભગવન્! તેમજ છે (૨).
ભગવન્! અનંતરોત્પન્ન કૃષ્ણલેશ્યી એકેન્દ્રિય કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે. એ રીતે આ અભિલાપ વડે પૂર્વવત્ બે-બે ભેદો યાવત્ વનસ્પતિકાયિક કહેવા. - - ભગવન્! અનંતરોત્પન્ન કૃષ્ણલેશ્યી સૂક્ષ્મ પૃથ્વીકાયિકોની કેટલી કર્મ પ્રકૃતિઓ છે? એ રીતે આ અભિલાપ વડે, ઔઘિક અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ જ ‘વેદે છે’ સુધી કહેવું. ભગવન્! તેમજ છે.
ભગવન્! પરંપરોત્પન્ન કૃષ્ણલેશ્યી એકેન્દ્રિય કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે-પૃથ્વીકાયિકાદિ. એ રીતે આ અભિલાપ વડે પૂર્વવત્ ચાર ભેદો, વનસ્પતિકાયિક સુધી કહેવા. - - - ભગવન્! પરંપરોત્પન્ન કૃષ્ણલેશ્યી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિ છે? એ રીતે આ અભિલાપથી ઔઘિક પરંપરોત્પન્ન ઉદ્દેશા મુજબ યાવત્ ‘વેદે છે’ કહેવું. એ રીતે આ અભિલાપ વડે જેમ ઔઘિક એકેન્દ્રિય શતકના ૧૧-ઉદ્દેશા કહ્યા, તેમ કૃષ્ણલેશ્યી શતક પણ અચરમ-ચરમ કૃષ્ણ-લેશ્યી એકેન્દ્રિય સુધી કહેવો.
શતક-૩૩, શતક શતક-૩, ઉદ્દેશક-૧ થી ૧૧
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit