Pramāṇa · Search · About · API

Viyahapannatti 1476

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1476

Language
Gujarati

1476

વિવેચન :–૧૦૩૫ થી ૧૦૪૩
અનંતરોત્પન્ન એકેન્દ્રિય અધિકારમાં - X - સૂક્ષ્મ અને બાદર એ બે પદ ભેદ છે. ઉપપાત અભિમુખ્યથી અપાંતરાલ ગતિવર્તી.. સમુદ્ઘાત મારણાંતિકથી.. તેની અતિ બહુલતાથી સર્વલોકમાં વ્યાપેલ છે. અહીં વૃત્તિકારશ્રી સ્થાપના ચિત્ર રજૂ કરે છે. અમે તેનો અનુવાદ મૂકેલો નથી.
અહીં અનંતરોત્પન્નકત્વ ભાવિ ભવ અપેક્ષાએ કહેવું. મારણાંતિક સમુદ્ઘાત પણ પૂર્વોક્ત ભવાપેક્ષાએ છે. - - રત્નપ્રભાદિ પૃથ્વી અને વિમાનો લોકના અસંખ્યાતમાં ભાગે વર્તે છે. - - પૃથ્વી આદિને પૃથ્વીકાયાદિ સ્વસ્થાન છે. તે - X - આઠે પૃથ્વીમાં કહ્યા. બાદર અપ્‌કાયને સાત ઘનોદધિમાં બાદર તેઉકાયને મનુષ્યક્ષેત્રમાં, બાદર વાયુકાયને સાત ઘનવાત વલયમાં, બાદર વનસ્પતિને સાત ઘનોદધિમાં૦ ઈત્યાદિ.
ઉપપાત, સમુદ્ઘાત સ્વસ્થાનો, પૃથ્વીકાયિકોના અપર્યાપ્તક બાદરની માફક જાણવા. - X - X - સમુદ્ઘાત સૂત્રમાં બે સમુદ્ઘાત કહ્યા. કેમકે અનંતરોત્પન્નત્વથી મારણાંતિક સમુદ્ઘાતનો અસંભવ છે. જે સમાનાયુ અનંતરોત્પન્નકત્વ પર્યાય આશ્રીને સમય માત્ર સ્થિતિવાળા છે, પછી તે પરંપરોત્પન્નક વ્યપદેશથી સમાનોત્પન્નક એક જ સમયે ઉત્પત્તિસ્થાન પ્રાપ્તા તેઓ તુલ્ય સ્થિતિક છે, સમાનોત્પન્નત્વથી સમયોગત્વથી તુલ્ય-વિશેષાધિક કર્મ બાંધે છે. એ પ્રમાણે ચારે ભેદ સૂત્રાર્થમાં જણાવેલ હોવાથી અહીં ફરી નોંધ કરેલ નથી. - X - X - X - આ તો ગમનિકા માત્ર છે, બાકી સૂત્રસિદ્ધ છે. માત્ર સેઢિસય - ઋજ્વાયતા શ્રેણીપ્રધાન શતક.

Linked texts (1)