Pramāṇa · Search · About · API

Viyahapannatti 1475

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1475

Language
Gujarati

1475

‘ભગવતી’ સૂત્ર-૧૦૩૮ થી ૧૦૪૩ :– [૩૪/૨/–/–/૧૦૩૮ થી ૧૦૪૩] [શતક ક્રમ જોડે આપેલ છે.]
[૧૦૩૮-શ૦-૨] ભગવન્‌! કૃષ્ણલેશ્યી એકેન્દ્રિય કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે૦ ભેદ ચતુષ્ક કૃષ્ણલેશ્યી એકેન્દ્રિય મુજબ વનસ્પતિકાયિક સુધી કહેવા. - - ભગવન્‌! કૃષ્ણલેશ્યી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, આ રત્નપ્રભાના પૂર્વ ચરમાંતથી૦ એ રીતે આ આ આલાવા વડે ઔઘિક ઉદ્દેશ સમાન લોકના ચરમાંતથી સર્વત્ર કૃષ્ણલેશ્યીના ઉપપાત સુધી કહેવું.
ભગવન્‌! કૃષ્ણલેશ્યી અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોના સ્થાનો ક્યાં છે? એ રીતે આ આલાવા વડે ઔઘિક ઉદ્દેશા મુજબ તુલ્ય-સ્થિતિક સુધી જાણવું. - - ભગવન્‌! તે એમ જ છે. - - આ રીતે આ આલાવા વડે પ્રથમ શ્રેણી શતક મુજબ અગિયારે ઉદ્દેશા કહેવા.
[૧૦૩૯-શ૦-૩] એ પ્રમાણે નીલલેશ્યીમાં પણ કહેવું.
[૧૦૪૦-શ૦-૪] એ પ્રમાણે કાપોતલેશ્યીમાં પણ કહેવું.
[૧૦૪૧-શ૦-૫] ભવસિદ્ધિક વિષયક શતક પણ એ રીતે કહેવું.
[૧૦૪૨-શ૦-૬] અનંતરોત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદે છે? અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ અને ઔઘિક મુજબ કહેવું.
ભગવન્‌! પરંપરોત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદે છે? પાંચ ભેદે. પરંપરોત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિય૦ ઔઘિક ભેદચતુષ્ક યાવત્‌ વનસ્પતિકાયિક કહેવું.
ભગવન્‌! પરંપરોત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, આ રત્નપ્રભા પૃથ્વીમાં૦ આ રીતે આ અભિલાપથી ઔઘિક ઉદ્દેશા મુજબ લોકના ચરમાંત સુધી કહેવું. - - સર્વત્ર કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિકમાં ઉપપાત કહેવો. - - - ભગવન્‌! પરંપરોત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકના સ્થાનો છે? એ રીતે આ આલાવાથી ઔઘિક ઉદ્દેશા સમાન તુલ્ય-સ્થિતિ સુધી કહેવું. - - એ પ્રમાણે આ આલાવાથી કૃષ્ણલેશ્યી અભવસિદ્ધિક એકેન્દ્રિયના પૂર્વવત્‌ ૧૧ ઉદ્દેશા સહિત પૂર્ણ.
[૧૦૪૩-શ૦-૭ થી ૧૨] નીલલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિયમાં સાતમું, કાપોતલેશ્યીમાં આઠમું, ભવસિદ્ધિકના ચાર શતક મુજબ અભવસિદ્ધિકના પણ ચાર શતક કહેવા. એ રીતે આ બાર એકેન્દ્રિય શ્રેણી કહી.

Linked texts (1)