Viyahapannatti 1478
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1478
- Language
- Gujarati
1478
‘ભગવતી’ સૂત્ર-૧૦૪૪ :– [૩૫/૧/–/૧/૧૦૪૪]
ભગવન્! મહાયુગ્મો કેટલા કહ્યા છે? ગૌતમ! સોળ. તે આ – (૧) કૃતયુગ્મ કૃતયુગ્મ, (૨) કૃતયુગ્મ ત્ર્યોજ, (૩) કૃતયુગ્મ દ્વાપર યુગ્મ, (૪) કૃતયુગ્મ કલ્યોજ, (૫) ત્ર્યોજ કૃતયુગ્મ, (૬) ત્ર્યોજ ત્ર્યોજ, (૭) ત્ર્યોજ દ્વાપરયુગ્મ, (૮) ત્ર્યોજ કલ્યોજ, (૯) દ્વાપરયુગ્મ કૃતયુગ્મ, (૧૦) દ્વાપરયુગ્મ ત્ર્યોજ, (૧૧) દ્વાપરયુગ્મ દ્વાપરયુગ્મ, (૧૨) દ્વાપરયુગ્મ કલ્યોજ, (૧૩) કલ્યોજ કૃતયુગ્મ, (૧૪) કલ્યોજ ત્ર્યોજ, (૧૫) કલ્યોજ દ્વાપરયુગ્મ, (૧૬) કલ્યોજ કલ્યોજ. - - ભગવન્! એમ કેમ કહ્યું-૧૬ યુગ્મો છે?
ગૌતમ! જે રાશિમાં ચાર સંખ્યા અપહાર કરતાં – (૧) શેષ ચાર રહે, તે રાશિના અપહાર સમયે તે પણ કૃતયુગ્મ હોય તો કૃતયુગ્મ કૃતયુગ્મ. (૨) શેષ ત્રણ રહે, તે રાશિના અપહાર સમયે કૃતયુગ્મ હોય તે કૃતયુગ્મ ત્ર્યોજ. (૩) શેષ બે રહે, તે રાશિ અપહાર સમયે કૃતયુગ્મ હોય તે કૃતયુગ્મ દ્વાપરયુગ્મ. (૪) શેષ એક રહે, તે રાશિ અપહાર સમયે કૃતયુગ્મ હોય તે કૃતયુગ્મ કલ્યોજ છે.
જે રાશિ ચાર વડે અપહાર કરીએ અને તે રાશિના અપહાર સમયે ત્ર્યોજ હોય તેમાં – (૧) શેષ ચાર વધે તો ત્ર્યોજ કૃતયુગ્મ, (૨) શેષ ત્રણ વધે તો ત્ર્યોજ ત્ર્યોજ, (૩) શેષ બે વધે તો ત્ર્યોજદ્વાપર યુગ્મ, (૪) શેષ એક વધે તો ત્ર્યોજ કલ્યોજ.
જે રાશિના અપહાર સમયે તે દ્વાપરયુગ્મ હોય અને જે રાશિ ચાર સંખ્યા વડે અપહાર કરાતા – (૧) શેષ ચાર વધે તો દ્વાપર યુગ્મ કૃતયુગ્મ, (૨) શેષ ત્રણ વધે તો દ્વાપરયુગ્મ ત્ર્યોજ, (૩) શેષ બે વધે તો દ્વાપરયુગ્મ-દ્વાપર યુગ્મ અને (૪) શેષ એક વધે તો દ્વાપર યુગ્મ કલ્યોજ જાણવી.
જે રાશિના અપહાર સમયે તે કલ્યોજ હોય અને જેને ચાર સંખ્યાથી અપહાર કરતાં – (૧) શેષ ચાર વધે તો કલ્યોજ કૃતયુગ્મ, (૨) શેષ ત્રણ વધે તો કલ્યોજ ત્ર્યોજ, (૩) શેષ બે વધે તો કલ્યોજ દ્વાપરયુગ્મ, (૪) શેષ એક વધે તો કલ્યોજ કલ્યોજ.
તેથી એમ કહ્યું કે યાવત્ કલ્યોજ કલ્યોજ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit