Viyahapannatti 1479
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1479
- Language
- Gujarati
1479
વિવેચન :–૧૦૪૪
અહીં યુગ્મ શબ્દથી રાશિ વિશેષને કહે છે. તે ક્ષુલ્લક પણ હોય, જેમ પૂર્વે નિરૂપેલ છે. તેથી તેના વ્યવચ્છેદ માટે ‘મહા’ વિશેષણ મૂક્યુ તે મહાયુગ્મ.
કૃતયુગ્મ કૃતયુગ્મ - જે રાશિ સામયિકથી ચતુષ્ક અપહાર વડે અપહરાતા ચાર શેષવાળી થાય છે, અપહાર સમય પણ ચતુષ્ક અપહારથી ચાર શેષવાળા છે. તેથી આ રાશિ ‘કૃતયુગ્મ કૃતયુગ્મ’ એમ કહેવાય છે. કેમકે અપહ્રિયમાણ દ્રવ્ય અપેક્ષાથી અને તેના સમયની અપેક્ષાથી બે વખત કૃતયુગ્મપણાથી તેમ છે. આ પ્રમાણે અન્યત્ર પણ શબ્દાર્થ યોજવો. તે જઘન્યથી ૧૬-રૂપે હોય છે. આ જ ચતુષ્ક અપહાર અને ચાર શેષ વડે, ચાર સમયથી થાય.
વૃત્તિકારશ્રી આ રીતે ત્ર્યોજ, દ્વાપરયુગ્મ, કલ્યોજની વ્યાખ્યા પણ આપે જ છે. પરંતુ સૂત્રાર્થમાં તે સ્પષ્ટ જ છે, તેથી વૃત્તિના અનુવાદથી પુનરુક્તિ કરી નથી. માત્ર સંખ્યા વિશેષ નોંધી છે – જેમકે કૃતયુગ્મ ત્ર્યોજ-જઘન્યથી-૧૯, કૃતયુગ્મ દ્વાપરયુગ્મ-જઘન્યથી-૧૮, કૃતયુગ્મ કલ્યોજ-૧૭ ઈત્યાદિ જાણવું. - X -
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit