Viyahapannatti 1488
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1488
- Language
- Gujarati
1488
‘ભગવતી’ સૂત્ર-૧૦૫૮, ૧૦૫૯ :– [૩૬/૧/–/૧ થી ૧૧/૧૦૫૮, ૧૦૫૯]
[૧૦૫૮] કૃતયુગ્મ (૨) બેઈન્દ્રિયો ક્યાંથી ઉપજે છે? ઉપપાત વ્યુત્ક્રાંતિ મુજબ. પરિમાણ-૧૬, સંખ્યાતા કે અસંખ્યાતા ઉપજે. અપહાર, ઉત્પલોદ્દેશક મુજબ. અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ ૧૨-યોજન. એ રીતે એકેન્દ્રિય મહાયુગ્મના ઉદ્દેશ-૧-મુજબ છે. વિશેષ એ કે – ત્રણ લેશ્યા દેવો ન ઉપજે. સમ્યગ્દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ હોય છે. જ્ઞાની, અજ્ઞાની હોય. વચન કે કાયયોગી હોય. - - તે કૃતયુગ્મ (૨) બેઈન્દ્રિય કાળથી કેટલો કાળ હોય? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાત કાળ, સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર વર્ષ. આહાર નિયમા છ દિશાથી, ત્રણ સમુદ્ઘાત, બાકી પૂર્વવત્ યાવત્ અનંતવાર. એ રીતે સોળે યુગ્મોમાં કહેવું.-X-
[૧૦૫૯] પ્રથમ સમય કૃતયુગ્મ (૨) બેઈન્દ્રિય ક્યાંથી ઉપજે છે? એકેન્દ્રિય મહાયુગ્મના પ્રથમ સમયોદ્દેશક મુજબ કહેવું. દશ ભિન્નતા અહીં પણ તેમજ છે. ૧૧-મી આ - માત્ર કાયયોગી છે. બાકી પૂર્વવત્ પ્રથમ ઉદ્દેશા મુજબ.
એકેન્દ્રિયમહાયુગ્મના ૧૧-ઉદ્દેશાવત્ કહેવું. માત્ર ચોથા, છઠ્ઠા, આઠમા, દશમામાં સમ્યક્ત્વ અને જ્ઞાનો ન હોય. - X - શેક એકેન્દ્રિયવત્.
શતક-૩૬, શતક શતક-૨ થી ૧૨
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit