Pramāṇa · Search · About · API

Viyahapannatti 1494

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1494

Language
Gujarati

1494

‘ભગવતી’ સૂત્ર-૧૦૬૪ :– [૪૦/૧/–/૧/૧૦૬૪]
કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે? ઉપપાત, ચારે ગતિમાંથી થાય. સંખ્યાત વર્ષાયુ, અસંખ્યાત વર્ષાયુ, પર્યાપ્તા અને અપર્યાપ્તામાં કોઈનો નિષેધ નથી. યાવત્‌ અનુત્તર વિમાન સુધી. - - પરિમાણ, અપહાર, અવગાહના અસંજ્ઞી પંચેન્દ્રિય સમાન. વેદનીય સિવાયની સાત પ્રકૃત્તિના બંધક કે અબંધક છે. વેદનીયના બંધક છે, અબંધક નથી. મોહનીયના વેદક કે અવેદક છે. બાકીની સાત પ્રકૃત્તિના વેદક છે, અવેદક નથી. સાતા-અસાતાના વેદક છે, મોહનીયના ઉદયી કે અનુદયી, બાકીની સાતના ઉદયી છે. નામ-ગોત્રના ઉદીરક છે, અનુદીરક નથી, બાકીની છના ઉદીરક કે અનુદીરક છે. કૃષ્ણ યાવત્‌ શુક્લલેશ્યી છે. સમ્યક્‌-મિથ્યા કે મિશ્ર દૃષ્ટિ છે. જ્ઞાની કે અજ્ઞાની છે. મન-વચન-કાયયોગી છે. ઉપયોગ, વર્ણાદિ, ઉચ્છ્‌વાસક, નિઃશ્વાસક, આહારકનું કથન એકેન્દ્રિયો સમાન છે. વિરત-અવિરત-વિરતાવિરત છે, ક્રિયા સહિત છે.
ભગવન્‌! તે જીવો શું સપ્તવિધ બંધક છે કે અષ્ટવિધ, ષડ્‌વિધ અથવા એકવિધ બંધક છે? ગૌતમ! તે ચારે છે. - - ભગવન્‌! તે જીવો શું આહાર યાવત્‌ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત છે કે નોસંજ્ઞોપયુક્ત છે? ગૌતમ! આહાર યાવત્‌ નોસંજ્ઞોપયુક્ત છે. આ પ્રમાણે બધે પ્રશ્નોત્તર યોજના કરવી.
તેઓ ક્રોધકષાયી યાવત્‌ લોભકષાયી કે અકષાયી હોય. સ્ત્રી-પુરુષ-નપુંસક વેદક કે અવેદક હોય. સ્ત્રીવેદક-પુરુષવેદ-નપુંસકવેદના બંધક કે અબંધક હોય. સંજ્ઞી છે. ઈન્દ્રિયસહિત છે. સંચિઠ્ઠણા જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ સો સાગરોપમ પૃથક્ત્વ સાતિરેક. આહાર પૂર્વવત્‌ યાવત્‌ નિયમા છ દિશાથી. સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ, આદિના છ સમુદ્ઘાતો, મારણાંતિક સમુદ્ઘાતથી સમવહત કે અસમવહત થઈને મરે. ઉદ્વર્તના, ઉપપાત સમાન છે. અનુત્તર વિમાન સુધી કોઈ વિષયમાં નિષેધ નથી.
ભગવન્‌! સર્વે પ્રાણો યાવત્‌ અનંતવાર, એ પ્રમાણે સોળે યુગ્મોમાં કહેવા યાવત્‌ અનંતરવા. પરિમાણ, બેઈન્દ્રિય સમાન. બાકી પૂર્વવત્‌. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.
શતક-૪૦, શતક શતક-૧, ઉદ્દેશા-૨ થી ૧૧

Linked texts (1)