Viyahapannatti 1495
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1495
- Language
- Gujarati
1495
‘ભગવતી’ સૂત્ર-૧૦૬૫ :– [૪૦/૧/–/૨ થી ૧૧/૧૦૬૫]
પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે? ઉપપાત, પરિમાણ, આહાર પહેલા ઉદ્દેશા મુજબ જાણવા. અવગાહના, બંધ, વેદ, વેદના, ઉદયી, ઉદીરકા બેઈન્દ્રિયના શતક-૧ મુજબ. કૃષ્ણલેશ્યી યાવત્ શુક્લ લેશ્યી. બાકીનું બેઈન્દ્રયના પહેલા શતક મુજબ યાવત્ અનંતવાર. વિશેષ એ – તેઓ સ્ત્રી-પુરુષ-નપુંસકવેદી હોય છે, સંજ્ઞી હોય, અસંજ્ઞી નહીં. બાકી પૂર્વવત્. એ રીતે સોળે યુગ્મોમાં જાણવું પરિમાણ પૂર્વવત્.
આ પ્રમાણે અગિયારે ઉદ્દેશા પૂર્વવત્. પહેલો, ત્રીજો, પાંચમો સદૃશ ગમવાળા છે, બાકી આઠે પણ સદૃશગમા છે. ચોથા, છઠ્ઠા, આઠમા, દશમામાં કોઈ વિશેષતા નથી. - - ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit