Viyahapannatti 1499
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1499
- Language
- Gujarati
1499
વિવેચન :–૧૦૬૬, ૧૦૬૭
આ કૃષ્ણલેશ્યા અવસ્થાન સાતમી પૃથ્વીની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વભવ પર્યંતવર્તી, કૃષ્ણલેશ્યા પરિણામ આશ્રીને છે. નીલલેશ્યા શતકમાં જે સ્થિતિ કહી તે પાંચમી પૃથ્વીના ઉપરિતન પ્રસ્તટમાં સંભવે છે. - X - કેમકે નીલલેશ્યી તેમાં હોય. - X - ‘ત્રણ ઉદ્દેશામાં’ - પહેલા, ત્રીજા, પાંચમામાં. કાપોતલેશ્યા શતકમાં જે સ્થિતિ કહી છે, તે ત્રીજી પૃથ્વીના ઉપરિતન પ્રસ્તટને આશ્રીને છે.
તેજોલેશ્યા શતકમાં કહેલ સ્થિતિ ઈશાન દેવના પરમાયુને આશ્રીને છે. પદ્મલેશ્યા શતકમાં કહેલ સ્થિતિ બ્રહ્મલોક દેવાયુ આશ્રિત માનવી. કેમકે તેમાં જ પદ્મલેશ્યીને આટલું આયુ હોય. - X - શુક્લલેશ્યા શતકમાં સાંતમુહૂર્ત્ત ૩૩-સાગરોપમ અવસ્થાન છે, તે અનુત્તર વિમાન આશ્રિત છે. જ્યાં ૩૧-સાગરોપમ કહ્યું છે, તે ઉપરના ગ્રૈવેયકને આશ્રીને માનવું. ત્યાંજ દેવોનું આટલું આયુ છે. અભવ્યો ઉત્કૃષ્ટથી અહીં ઉપજે, પછી નહીં.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit