Pramāṇa · Search · About · API

Viyahapannatti 1498

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1498

Language
Gujarati

1498

‘ભગવતી’ સૂત્ર-૧૦૬૭ :– [૪૦/૨/–/૩ થી ૧૧/૧૦૬૭]
એ પ્રમાણે નીલલેશ્યી શતક છે. વિશેષ એ - સંચિઠ્ઠણા-જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દશ સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક. એ પ્રમાણે સ્થિતિ. એ રીતે ત્રણે ઉદ્દેશામાં છે, બાકી પૂર્વવત્‌. - X - X
એ પ્રમાણે કાપોતલેશ્યી શતક પણ છે. વિશેષ એ - સંચિઠ્ઠણા જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક. એ રીતે સ્થિતિ છે, એ રીતે ત્રણે ઉદ્દેશામાં છે. બાકી પૂર્વવત્‌.
એ પ્રમાણે તેજોલેશ્યા શતક જાણવું. વિશેષ એ - સંચિઠ્ઠણા જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો-અસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમ. એ રીતે સ્થિતિ પણ છે. માત્રનો સંજ્ઞોપયુક્ત છે. એ રીતે ત્રણે ઉદ્દેશામાં છે. બાકી પૂર્વવત્‌. - -ભગવન્‌! તેમજ છે, તેમજછે.
તેજોલેશ્યા શતક સમાન. પદ્મલેશ્યા શતક છે. વિશેષ એ - સંચિઠ્ઠણા જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત અધિક દશ સાગરોપમ. એ રીતે સ્થિતિ પણ છે, તેમાં અંતર્મુહૂર્ત્ત ન કહેવું. બાકી પૂર્વવત્‌.
શુક્લલેશ્યા શતક, ઔઘિક શતક સમાન. વિશેષ એ - સંચિઠ્ઠણા, સ્થિતિ કૃષ્ણલેશ્યા શતક સમાન છે. બાકી પૂર્વવત્‌ યાવત્‌ અનંતવાર.
ભગવન્‌! ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે? પ્રથમ સંજ્ઞી શતક સમાન જાણવું. - - ભવસિદ્ધિકના આલાવાથી શું સર્વે પ્રાણો૦? ના, તે અર્થ સમર્થ નથી. બાકી પૂર્વવત્‌. - X -
કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે? આ આલાવા વડે ઔઘિક કૃષ્ણલેશ્યી શતક સમાન છે. એ પ્રમાણે નીલલેશ્યી ભવસિદ્ધિક શતક જાણવું. - X -
ઔઘિક સંજ્ઞી પંચેન્દ્રિયોના સાત શતકો સમાન ભવસિદ્ધિકના પણ સાત શતકો કહેવા. વિશેષ એ - સાતે શતકમાં સર્વે પ્રાણો યાવત્‌ તે અર્થ સમર્થ નથી. બાકી પૂર્વવત્‌. - - ભગવન્‌! તેમજ છે.
અભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે? ઉપપાત, અનુત્તરવિમાનને છોડીને બધે જાણવો. અપહાર, ઉચ્ચત્વ, બંધ, વેદ, વેદન, ઉદય, ઉદીરણા કૃષ્ણલેશ્યી શતક સમાન છે. તેઓ કૃષ્ણલેશ્યી યાવત્‌ શુક્લલેશ્યી હોય, માત્ર મિથ્યા-દૃષ્ટિ હોય, અજ્ઞાની જ હોય. એ રીતે બધું કૃષ્ણલેશ્યા શતક સમાન છે. વિશેષ એ - તેઓ અવિરત છે. સંચિઠ્ઠણા, સ્થિતિ ઔઘિક ઉદ્દેશક સમાન છે. પહેલા પાંચ સમુદ્ઘાત છે. ઉદ્વર્તના પૂર્વવત્‌, અનુત્તર વિમાન ન કહેવું. સર્વ પ્રાણો૦? તે અર્થ સમર્થ નથી. બાકી બધું કૃષ્ણલેશ્યા શતક મુજબ યાવત્‌ અનંતવાર. એ પ્રમાણે સોળે યુગ્મોમાં છે.
ભગવન્‌! પ્રથમ સમય અભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે? સંજ્ઞીના પ્રથમ સમય ઉદ્દેશક સમાન. વિશેષ એ - સમ્યક્ત્વ, સમ્યક્‌મિથ્યાત્વ, જ્ઞાન, સર્વત્ર નથી. બાકી પૂર્વવત્‌. અહીં પણ ૧૧-ઉદ્દેશા કહેવા. પહેલો-ત્રીજો-પાંચમો એકગમક, બાકી આઠ એક ગમક.
ભગવન્‌! કૃષ્ણલેશ્યી અભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે? ઔઘિક શતક સમાન કહેવું. વિશેષ એ - તે જીવો કૃષ્ણલેશ્યી છે? હા, છે. સ્થિતિ અને સંચિઠ્ઠણા કૃષ્ણલેશ્યી શતક સમાન છે. બાકી પૂર્વવત્‌. ભગવન્‌! તેમજ છે, તેમ જ છે.
એ પ્રમાણે છ લેશ્યાના છ શતકો કૃષ્ણલેશ્યી શતક સમાન કહેવા. વિશેષ એ - સંચિઠ્ઠણા અને સ્થિતિ ઔઘિક શતક મુજબ કહેવી. વિશેષ એ - શુક્લલેશ્યી ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત અધિક ૩૧-સાગરોપમ, સ્થિતિ ૩૧-સાગરોપમ. જઘન્ય પૂર્વવત્‌. સર્વત્ર સમ્યક્‌ત્વ, જ્ઞાનો નથી. વિરતિ, વિરતાવિરતિ, અનુત્તર વિમાનોત્પત્તિ નથી. સર્વે પ્રાણો૦? તે અર્થ સમર્થ નથી. ભગવન્‌! તેમજ છે. એ રીતે આ સાત અભવ સિદ્ધિક મહાયુગ્મ શતક છે. ૨૧-મહાયુગ્મ શતકો થયા. બધા મળીને કુલ ૮૧-મહાયુગ્મ શતકો પૂરા થયા.

Linked texts (1)