Viyahapannatti 159
Viyāhapannatti: ṭīkānusārī vivecana 159
- Language
- Gujarati
159
‘ભગવતી’ સૂત્ર-૧૦૨ :– [૧/૧૦/૧૦૨]
ભગવન્! અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે યાવત્ પ્રરૂપે છે કે -
(૧) ચાલતું એ ચાલ્યુ યાવત્ નિર્જરાતુ એ નિર્જરાયુ ન કહેવાય.
(૨) બે પરમાણુ પુદ્ગલો એકમેકને ચોંટતા નથી - X - કેમ ચોંટતા નથી? બે પરમાણુ પુદ્ગલોમાં ચીકાશ નથી, માટે એકમેકને ચોંટતા નથી.
(૩) ત્રણ પરમાણુ પુદ્ગલ પરસ્પર ચોંટે છે. - X - શા માટે ચોંટે છે? ત્રણ પરમાણુ પુદ્ગલોમાં ચિકાશ હોય છે, માટે પરસ્પર ચોંટી જાય છે. વળી જો તેના ભાગ કરવામાં આવે તો તેના બે ભાગ કે ત્રણ ભાગ પણ થઈ શકે છે. જો તેના બે ભાગ કરવામાં આવે તો એક તરફ દોઢ પરમાણુ પુદ્ગલ અને બીજી તરફ દોઢ પરમાણુ પુદ્ગલ આવે છે. જો તેના ત્રણ ભાગ કરવામાં આવે તો ત્રણે પરમાણુ પુદ્ગલ જુદા જુદા થઈ જાય છે. એ પ્રમાણે ચાર પરમાણુ પુદ્ગલોમાં જાણવું. પાંચ પરમાણુ પુદ્ગલો પરસ્પર ચોંટી જાય છે. ચોંટીને કર્મપણે થાય છે. કર્મ શાશ્વત છે, હંમેશાં સારી રીતે ઉપચય અને અપચય પામે છે.
(૪) બોલવાના સમયની પૂર્વે જે ભાષા, તે ભાષા છે. બોલતા સમયની ભાષા, તે અભાષા છે. બોલાયા પછીની ભાષા તે ભાષા છે. હવે જો પૂર્વની ભાષા ભાષા છે, બોલાતી ભાષા અભાષા છે, બોલાયેલી ભાષા ભાષા છે, તો શું તે બોલનારની ભાષા છે કે ન બોલનારની ભાષા? ન બોલનારની તે ભાષા છે પણ બોલનારની નથી.
(૫) પૂર્વની ક્રિયા દુઃખહેતુ છે, કરાતી ક્રિયા દુઃખહેતુ નથી. કરાયા પછીની ક્રિયા તે દુઃખહેતુ છે. હવે જો પૂર્વની ક્રિયા દુઃખહેતુ છે, કરાતી ક્રિયા દુઃખહેતુ નથી અને કરવાના સમય પછીની ક્રિયા દુઃખહેતુ છે, તો શું તે કરણથી દુઃખહેતુ છે કે અકરણથી દુઃખ હેતુ છે? - - તે અકરણથી દુઃખહેતુ છે, પણ કરણથી દુઃખહેતુ નથી.
(૬) અકૃત્ય દુઃખ છે, અસ્પૃશ્ય દુઃખ છે, અક્રિયમાણકૃત દુઃખ છે, તેને ન કરીને પ્રાણ-ભૂત-જીવ-સત્વો વેદના વેદે છે. ભગવન્ ! આવું [તેમનું મંતવ્ય] કઈ રીતે માનવું?
ગૌતમ! જે તે અન્યતીર્થિકો આમ કહે છે યાવત્ વેદના વેદે છે એવું વક્તવ્ય છે, તે કથન મિથ્યા છે. હે ગૌતમ! હું એમ કહું છું કે – ચાલતું ચાલ્યુ યાવત્ નિર્જરાતુ નિર્જરાયુ કહેવાય.
બે પરમાણુ પુદ્ગલો પરસ્પર ચોંટે છે. - X - કેમ કે - X - બે પરમાણુ પુદ્ગલોમાં ચીકાશ છે. - X - તેનો ભેદ કરવાથી બે ભાગ થાય છે. તે ભાગ કરાતા એક તરફ એક અને બીજી તરફ એક પરમાણુ પુદ્ગલ આવે છે... ત્રણ પરમાણુ પુદ્ગલો પરસ્પર ચોંટે છે. કેમ કે - X - ત્રણ પરમાણુ પુદ્ગલમાં ચીકાશ છે. તેનો ભેદ કરતા બે અથવા ત્રણ ભાગ થઈ શકે છે. જો બે ભાગ કરાય તો એક તરફ એક પરમાણુ પુદ્ગલ આવે છે, બીજી તરફ દ્વિપ્રદેશિક સ્કંધ આવે છે. જો ત્રણ ભાગ કરાય તો ત્રણ પરમાણુ પુદ્ગલ થાય છે. એ રીતે ચાર પરમાણુ પણ જાણવા.
પાંચ પરમાણુ પુદ્ગલો પરસ્પર ચોંટે છે, ચોંટીને એક સ્કંધરૂપ થાય છે. તે સ્કંધ અશાશ્વત છે, હંમેશા ઉપચય-અપચય પામે છે.
પૂર્વની ભાષા અભાષા છે, બોલાતી ભાષા ભાષા છે, બોલ્યા પછીની ભાષા અભાષા છે. જે તે પૂર્વની ભાષા અભાષા છે, બોલાતી ભાષા ભાષા છે, બોલ્યા પછીની ભાષા અભાષા છે - X - તે બોલતા પુરૂષની ભાષા છે, ન બોલતા પુરૂષની ભાષા તો તે ભાષા નથી જ.
પૂર્વની ક્રિયા દુઃખ હેતુ નથી ઈત્યાદિ ભાષા પેઠે જાણવી. યાવત્ કરણથી તે દુઃખહેતુ છે, અકરણથી દુઃખહેતુ નથી એમ કહેવું.
કૃત્ય દુઃખ છે, સ્પૃશ્ય દુઃખ છે, ક્રિયમાણ કૃત દુઃખ છે, તેને કરીને પ્રાણ-ભૂત-જીવ-સત્ત્વ વેદના વેદે છે, એમ કહેવાય.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit