Viyahapannatti 160
Viyāhapannatti: ṭīkānusārī vivecana 160
- Language
- Gujarati
160
વિવેચન :–૧૦૨
(૧) ચાલતું કર્મ અચલિત છે, કેમ કે ચાલતું કર્મ, ચાલેલ કર્મ માફક કાર્ય ન કરી શકે. વર્તમાનનો વ્યવહાર અતીતની પેઠે થવો અશક્ય છે. આ પ્રમાણે બીજે પણ જાણવું. (૨) એક સ્કંધપણે જોડાતા નથી - મળતા નથી. બંને સૂક્ષ્મ હોવાથી તેમાં ચીકાશગુણ નથી, પણ ત્રણ વગેરેના યોગે સ્થૂલત્વથી ચિકાશ હોય છે. (૩) પાંચ પુદ્ગલો એકઠાં થઈ કર્મપણે થાય છે, તે અનાદિ હોવાથી શાશ્વત છે, હંમેશાં સારીરીતે સપરિમાણ વૃદ્ધિ અને નાશ પામે છે.
પૂવ્વં - બોલ્યા પહેલાંની, ભાસ - વાણીના દ્રવ્યોનો સમૂહ, ભાસ - સત્ય આદિ ભાષા. કેમ કે શબ્દના દ્રવ્યો ભાષાના કારણરૂપ છે. અથવા વિભંગ જ્ઞાનીત્વથી અન્યતીર્થિકોનો યુક્તિ વિનાનો આ મત છે. જે ઉન્મત્ત થયેલના વચન જેવું છે. આ પ્રમાણે સર્વત્ર જાણવું. તથા મુખેથી નીકળતા વાક્ દ્રવ્યો અભાષા છે. કેમ કે વર્તમાન સમય અતિ સૂક્ષ્મ હોવાથી વ્યવહારનું અંગ નથી. - X - ભાષાનો સમય વીત્યા પછી - બોલાયેલી ભાષા તે ભાષા કહેવાય કારણ કે ભાષાથી સાંભળનારને અર્થનું જ્ઞાન થાય છે. બોલ્યા પૂર્વે કે પછી ભાષા સ્વીકારવાથી તે ન બોલનારની ભાષા છે. બોલાતી ભાષા, ભાષારૂપે અસ્વીકૃત હોવાથી બોલનારની ભાષા, ભાષા ન કહેવાય.
કાયિકી આદિ ક્રિયા, ન કરાય ત્યાં સુધી દુઃખહેતુ છે. કરાતી ક્રિયા દુઃખહેતુ નથી. ક્રિયા સમય વીતે પછી ક્રિયા કરાય છે. એ વ્યવહાર મટીને ક્રિયા કરાયેલી છે એવો વ્યવહાર થતાં તે દુઃખહેતુ છે. આ પણ યુક્તિરહિત મત છે. અથવા અભ્યાસ ન હોવાથી પૂર્વ ક્રિયા દુઃખરૂપ લાગે છે. અભ્યાસ પછી દુઃખરૂપ લાગતી નથી. ક્રિયા કર્યા પછી શ્રમ લાગે છે, માટે કરેલ ક્રિયા દુઃખરૂપ છે. કરણને આશ્રીને – કરતી વખતે. અકરણને આશ્રીને - ન કરતી વખતે. કેમ કે અક્રિયમાણ સ્થિતિમાં તેને દુઃખરૂપે સ્વીકારેલી છે.
એ પ્રમાણે પૂર્વોક્ત વસ્તુ વક્તવ્ય છે. એ યુક્તિયુક્ત છે. હવે બીજા કોઈ અન્યતીર્થિકનો મત કહે છે - અકૃત્ય એટલે ભાવિ કાળની અપેક્ષાએ જીવો વડે ન ઉપજે તેવું. દુઃખ એટલે અશાતા અથવા તેનું કારણરૂપ કર્મ. અકૃત્ય હોવાથી ન બંધાય તેવું છે. ક્રિયમાણ એટલે વર્તમાન કાળે કરાતું, કૃત એટલે ભૂતકાળે કરેલું. તે બંનેના નિષેધથી અક્રિયમાણકૃત. અર્થાત્ ત્રણે કાળે કર્મબંધન નિષેધથી દુઃખને ન કરીને. - X - પ્રાણ-ભૂત-જીવ-સત્વો. અહીં – પ્રાણ - બે, ત્રણ, ચાર ઈન્દ્રિયવાળા. ભૂત - વનસ્પતિ, જીવ - પંચેન્દ્રિય, સત્વ - બાકીના પૃથ્વી આદિ. શુભાશુભ કર્મને કે પીડાને અનુભવે છે. એમ વક્તવ્ય છે. કેમ કે એ રીતે યુક્તિયુક્ત છે. લોકમાં દેખાતા સુખદુઃખ સર્વે યાદૃચ્છિક છે. કહ્યું છે - લોકોને જે કંઈ વિચિત્ર સુખદુઃખ થાય છે, તે વિચાર્યા વિના થાય છે. જેમ કાગને બેસવું અને ડાળનું પડવું, તે કંઈ બુદ્ધિપૂર્વક થતું નથી.
ભગવન્! અન્યતીર્થિકે કહેલ ન્યાયે એ કેમ હોય?
ઉત્તર - એ બધું મિથ્યા છે. જે ચાલતું કર્મ પ્રથમ સમયે ચલિત ન હોય, તો દ્વિતીયાદિ સમયે પણ અચલિત જ છે. કદાપી ચલિત ન થાય. માટે વર્તમાનને પણ વિવક્ષા વડે અતીતત્વ એ વિરુદ્ધ નથી. એ વિશે પૂર્વે કહ્યું છે, માટે ફરી કહેતા નથી. જે કહ્યું છે કે – ચલિત કર્મ જે કાર્ય કરે છે, તે ચાલતું કર્મ કરતું નથી એ કથન અયુક્ત છે. કેમ કે પ્રતિક્ષણે ઉત્પન્ન સ્થાસ, કોશ આદિ ઉત્પન્ન થયા પછી છેલ્લી ક્ષણે ઉત્પન્ન થનાર ઘટરૂપ કાર્ય આદ્ય ક્ષણે સ્વ કાર્ય ન કરે એ યુક્તિયુક્ત જ છે. - X - X - ચલિત કર્મની પેઠે કાર્ય ન કરવાથી ચાલતું કર્મ ચલિત કહેવાતું નથી. કેમ કે દરેક કારણો પોત પોતાનાં કાર્યો કરે છે. બીજું કારણ બીજા કારણના કાર્યને નથી કરતું તેમ છતાં એમાં દોષ દેવો તે કંઈ જ નહીં એમ ગણવું યુક્ત છે.
વળી જે કહ્યું – બે પરમાણું સૂક્ષ્મ હોવાથી ચીકાશના અભાવે ચોંટતા નથી, તે પણ અયુક્ત છે કેમ કે એક પરમાણુમાં પણ ચીકાશ હોય છે. તેઓએ પણ સ્વીકાર્યુ છે કે - દોઢ-દોઢ પરમાણું પરસ્પર ચોંટી જાય છે તેથી તેમના મતે અર્ધ પરમાણુમાં પણ ચીકાશ સંભવે છે તો બે પરમાણુ ચિકાશ રહિત હોવાથી ચોંટતા નથી, તે કેમ ઘટી શકે? વળી જે દોઢ-દોઢ કહ્યું તે પણ ઠીક નથી કેમ કે પરમાણુના બે ભાગ થાય તો તેમાં પરમાણુત્વ જ ન કહેવાય. વળી જે કહ્યું કે – પાંચ પુદ્ગલો ચોંટતા કર્મપણે થાય, તે પણ ખોટું છે. કેમ કે કર્મ અનંત પરમાણુતાથી અનંત સ્કંધરૂપ છે. પાંચ પરમાણુ માત્ર સ્કંધરૂપ છે. કર્મ એ જીવને આવરણ કરવાના સ્વભાવવાળું છે. તેથી જો એ પાંચ પરમાણુ રૂપ જ હોય તો અસંખ્યાત પ્રદેશીજીવને કઈ રીતે ઢાંકી શકે. વળી કર્મને શાશ્વત કહ્યા તે પણ અયોગ્ય છે. કર્મના શાશ્વતત્વથી ક્ષયોપશમાદિ અભાવે જ્ઞાનાદિની હાનિ-વૃદ્ધિ ન થાય. પણ લોકમાં જ્ઞાનાદિનું ઓછું-અધિકપણું દેખાય જ છે. કર્મને શાશ્વત માનતાં તેઓનું કર્મનું ચય-નાશપણું પણ નહીં થાય.
ભાષામાં હેતુ હોવાથી બોલ્યા પહેલાંની ભાષા કહેવાય તે અયુક્ત છે. કેમ કે તે કથન ઔપચારિક છે. ઉપચાર તત્ત્વથી વસ્તુરૂપ નથી. વસ્તુ સત્ય હોય તો ઉપચાર થઈ શકે, માટે ભાષા એ તાત્વિક વસ્તુ છે એમ સિદ્ધ થયું. વળી બોલાતી ભાષાને ભાષા ન કહેવી. તે પણ અયુક્ત છે. કેમ કે વિદ્યમાનતાથી વર્તમાનકાળ જ વ્યવહારનું અંગ છે. ભૂત-ભાવિ એ અવિદ્યમાન-અસત્રૂપ હોવાથી વ્યવહારનું અંગ નથી. ભાષાસમય૦ આદિ કહ્યું તે પણ યોગ્ય નથી ભાષ્યમાણ ભાષાના અભાવે સૂત્રના અભિલાપનો અભાવ પ્રસંગ થાય. અર્થાત્ વર્તમાનકાળની ભાષા ન હોય તો ભૂતકાળની ભાષા ન જ હોય. - X - હાથ અને આંખની ચેષ્ટાથી સાંભળનારને અર્થનું ભાન થઈ શકે છે, તો પણ તે ચેષ્ટા ભાષા કહેવાતી નથી. અભાષકની ભાષા કહી, તે તો વધુ ખોટું છે કેમ કે તો સિદ્ધ અને જડને ભાષાની પ્રાપ્તિ થવી જોઈએ. એ રીતે ક્રિયા પણ વર્તમાનકાળે જ યુક્ત છે. - X - અભ્યાસ વિના પણ કોઈ ક્રિયા સુખરૂપ લાગે. ઈત્યાદિ - X - - X - કર્યા સિવાય જ કર્મ દુઃખ કે સુખરૂપ થતું હોય તો અનેક પ્રકારે ઐહિક-પારલૌકિક અનુષ્ઠાનોનો અભાવ થાય. પણ તે અન્ય-તીર્થિકોએ પારલૌકિક અનુષ્ઠાન તો સ્વીકારેલ જ છે. એ રીતે આ બધું અજ્ઞાનના ચાળા રૂપ છે.
વૃદ્ધોએ કહ્યું છે - પરતીર્થિકની વક્તવ્યતા વિભંગજ્ઞાનીના મતિભેદના પ્રકારરૂપ છે. સદ્ભુત, અસદૂભૂત ભેદ વડે વિભંગમાં ચાર ભાંગા થાય છે. - X - તે ચાર ભંગ આ છે – (૧) સદ્ભૂત - પરમાણુમાં, અસદ્ભૂત - અડધું આદિ. (૨) વ્યાપક આત્મામાં ચૈતન્ય. (૩) પરમાણુમાં અપ્રદેશત્વ. (૪) વ્યાપક આત્મામાં અકર્તૃત્વ.
‘ગૌતમ! હું એમ કહું છું.’ એ બધું સ્પષ્ટાર્થ છે. વિશેષ એ કે – શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ એ ચાર સ્પર્શમાં કોઈપણ બે અવિરુદ્ધ સ્પર્શ એક પરમાણુમાં એક જ કાળે હોય છે. તેથી તેમાં ચિકાશ હોવાથી સ્નેહકાય હોય જ છે. તે વિષમ સ્નેહથી ચોંટે જ છે. આ વાત પરમત અનુવૃત્તિથી કહી છે. અન્યથા રૂક્ષ પણ વિષમ રૂક્ષત્વમાં ચોંટે જ છે. સમાન રૂક્ષ કે સમાન સ્નિગ્ધતાવાળા ન ચોંટે પણ વિષમ સ્નિગ્ધ કે વિષમ રૂક્ષ પરસ્પર ચોંટે.વગેરે - X -
બોલાય છે માટે ભાષા કહેવાય. બોલાયા પહેલાં બોલાતી નથી માટે ભાષા ન કહેવાય. બોલાતી ભાષામાં શબ્દ અને અર્થની ઉપપત્તિ છે માટે ભાષા કહેવાય. બોલાયેલી ભાષામાં તેમ નથી માટે અભાષા છે. કર્યા પૂર્વે ક્રિયા જ નથી, તેથી તે દુઃખ કે સુખરૂપ પણ નથી - X - કરાતી ક્રિયા દુઃખરૂપ છે, તે પરમતને આશ્રીને જ કહ્યું છે. અન્યથા કરાતી ક્રિયા સુખરૂપ પણ હોય. - X -
આ સૂત્રથી કર્મની સત્તા જણાવી છે. કેમ કે તે પ્રમાણથી સિદ્ધ છે. તે આ રીતે – કોઈ બે પુરૂષ હોય, તે બંનેને ઈષ્ટ શબ્દાદિ વિષયસુખના સાધનો પ્રાપ્ત હોય, તો પણ બેમાંથી એકને દુઃખરૂપ ફળ મળે, બીજાને સુખરૂપ ફળ મળે, વિશિષ્ટ હેતુ વિના આવું ન સંભવે. ઘડા માફક કારણ વિના કાર્ય ન નીપજે. તેમ અહીં વિશિષ્ટ હેતુ એ કર્મ છે. - X - X - ફરી પણ અન્યતીર્થિકનો મત દર્શાવતા કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit