Viyahapannatti 17
Viyāhapannatti: ṭīkānusārī vivecana 17
- Language
- Gujarati
17
વિવેચન :–૭
રાજગૃહથી રાજાદિ લોક ભગવંતને વંદનાર્થે નીકળ્યા. - X - ત્યારે રાજગૃહ નગરમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ, પથમાં ઘણાં લોકો પરસ્પર આ રીતે કહે છે –
હે દેવાનુપ્રિય! શ્રમણ ભગવન્ મહાવીર અહીં ગુણશિલક ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહ યાચીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે, તથારૂપ અરહંત ભગવંતનું નામ-ગોત્રનું શ્રવણ પણ શ્રેય છે, તો વંદન-નમનનું શું કહેવું? એમ કહી ઘણા ઉગ્રો, ઉગ્રપુત્રો આદિ ભગવંતને નમે છે, પર્યુપાસે છે. એ પ્રમાણે રાજનિર્ગમ આદિ પર્યુપાસના ઉવવાઈ સૂત્ર માફક કહેવી.
અહીં ભગવંતની ધર્મકથા કહેવી. તે આ - શ્રમણ ભગવંત મહાવીર શ્રેણિક રાજાને, ચેલ્લણાદિ રાણીઓને, મોટી સભાને સર્વભાષા અનુગામી વાણી વડે ધર્મ કહ્યો. જેમકે - લોક છે, અલોક છે - X - આદિ. - X -
લોકો સ્વસ્થાને ગયા, તેનું વર્ણન આ રીતે - તે મોટી અર્ચાવાળા, પ્રશસ્તતા પ્રધાન પર્ષદા, શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ શ્રવણ કરી, અવધારી, હૃષ્ટ-તુષ્ટ થઈ, શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી વંદે છે, નમે છે, વંદીને, નમીને એમ બોલી, હે ભગવન્! આપે નિર્ગ્રન્થ પ્રવચન સારું કહ્યું, આવો ધર્મ કહેવા બીજા કોઈ શ્રમણ, બ્રાહ્મણ સમર્થ નથી. એમ કહી જ્યાંથી આવેલ, ત્યાં પાછા ગયા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit