Pramāṇa · Search · About · API

Viyahapannatti 18

Viyāhapannatti: ṭīkānusārī vivecana 18

Language
Gujarati

18

‘ભગવતી’ સૂત્ર-૮ :– [૧/૧/૮]
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની પાસે ઉભડક રહેલા, નીચે નમેલ મુખવાળા, ધ્યાનરૂપ કોષ્ઠમાં પ્રવિષ્ટ, તેમના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ અણગાર, ગૌતમગોત્રીય, સાત હાથ ઊંચા, સમચોરસ સંસ્થાન-વાળા, વજ્રઋષભનારાચ સંઘયણી, સુવર્ણ કટક રેખા સમાન, પદ્મગૌર, ઉગ્રતપસી, દીપ્તતપસી, તપ્તતપસી, મહાતપસી, ઉદાર, ઘોર, ઘોરગુણી, ઘોરતપસી, ઘોર બ્રહ્મચર્યવાસી, શરીર સંસ્કાર ત્યાગી, સંક્ષિપ્ત-વિપુલ તેજોલેશ્યાવાળા, ચૌદપૂર્વી, ચાર જ્ઞાનોપગત, સર્વાક્ષર સંનિપાતી હતા.

Linked texts (1)