Pramāṇa · Search · About · API

Viyahapannatti 183

Viyāhapannatti: ṭīkānusārī vivecana 183

Language
Gujarati

183

વિવેચન :–૧૧૬, ૧૧૭
પૂર્વે કહ્યું તે સંગત છે કે અસંગત એમ પર્યાલોચે છે. પાદપોપગમન પૂર્વે લઘુશંકાદિની જરૂર રહે, માટે ઉચ્ચારભૂમિ પડિલેહણ કરવું નિરર્થક નથી. પદ્માસને બેસેલ. માથા સાથે ન અડકેલ કે માથામાં આવર્ત્તવાળું - તેને. સાંઈઠ ટંક જમ્યા સિવાય-રોજ બે ટંકનો ત્યાગ ગણતા ૩૦ દિવસે ૬૦ ટંક થાય. ગુરુએ કહેલ જે અતિચાર, તેને ન કરનાર અથવા આલોચના દાનથી આલોચિત, મિથ્યાદુષ્કૃત દાનથી પ્રતિક્રાંત તે. પરિનિર્વાણ એટલે મરણ અથવા શરીરને પરઠવવું તે, તે હેતુથી. કઈ ગતિમાં ગયા? કયા દેવલોકાદિમાં ઉત્પન્ન થયા? આયુકર્મના દલિકો નિર્જરવાથી, દેવભવના કારણભૂત-ગત્યાદિ કર્મો નિર્જરવાથી, આયુકર્મની સ્થિતિના વેદનથી, ચ્યવીને. - X –

Linked texts (1)