Viyahapannatti 192
Viyāhapannatti: ṭīkānusārī vivecana 192
- Language
- Gujarati
192
વિવેચન :–૧૨૨
પ્રજ્ઞાપના સૂત્રમાં ‘ઈન્દ્રિય’ નામે ૧૫-માં પદનો ઉદ્દેશો-૧-કહેવો. તેમાં દ્વાર ગાથા - સંસ્થાન, જાડાઈ, પહોળાઈ, કેટલા પ્રદેશ અવગાઢ, અલ્પબહુત્વ, સ્પૃષ્ટ-પ્રવિષ્ટ, વિષય, અણગાર, આહાર. સૂત્ર પુસ્તકમાં ત્રણ દ્વાર જ લખ્યા છે. બાકીના યાવત્ શબ્દથી કહ્યા છે તેમાં (૧) સંસ્થાન-જેમકે શ્રોત્રેન્દ્રિય-કદંબ પુષ્પ સંસ્થિત છે, ચક્ષુ ઈન્દ્રિય-મસુર કે ચંદ્ર જેવો, અહીં મસૂર એટલે એક આસન કે ધાન્ય. ઘ્રાણેન્દ્રિય-અતિમુક્તક ચંદ્ર સંસ્થિત - એક જાતના ફૂલની પાંખડી. રસનેન્દ્રિય - અસ્ત્રા જેવી, સ્પર્શનેન્દ્રિય - વિવિધ આકારે છે.
(૨) બાહલ્ય-બધી ઈન્દ્રિયો અંગુલના અસંખ્યાત ભાગ જેટલી જાડી છે. (૩) પૃથુત્વ– શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ અંગુલના અસંખ્યાત ભાગ અને જિહ્વેન્દ્રિય અંગુલ પૃથક્ત્વ, સ્પર્શનેન્દ્રિય શરીર પ્રમાણ પહોળી છે. (૪) પાંચે અનંત પ્રદેશ નિષ્પન્ન છે. (૫) અસંખ્ય પ્રદેશાવગાઢ છે. (૬) અલ્પ બહુત્વ-સૌથી થોડો ચક્ષુનો અવગાહ, શ્રોત્ર-ઘ્રાણ-રસના ઈન્દ્રિય અનુક્રમે સંખ્યાત ગુણ, તેનાથી સ્પર્શના અસંખ્યાત ગુણ છે. (૭) સ્પૃષ્ટ પ્રવિષ્ટ - ચક્ષુ સિવાય શ્રોત્રાદિ સ્પૃષ્ટ અને પ્રવિષ્ટ અર્થને ગ્રહણ કરે છે. (૮) વિષય-બધી જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ વિષય, ઉત્કર્ષથી શ્રોત્રનો ૧૨-યોજન, ચક્ષુનો આધિક લાખ યોજન, બાકીનીનો નવ યોજન છે. (૯) અણગાર - સમુદ્ઘાત કરતા અણગારના જે નિર્જરા પુદ્ગલો, તેને છદ્મસ્થ મનુષ્યો ન જોઈ શકે. (૧૦) આહાર - નારકો આદિ તે નિર્જરા પુદ્ગલોને જાણી કે જોઈ ન શકે. પણ ખાય છે. ઈત્યાદિ ઘણું કહેવાનું છે. ઉદ્દેશકને અંતે શું છે?
‘અલોક’ સૂત્રાન્તે છે. ભગવન્! અલોકને કોણ અડકેલ છે? કેટલા કાયો અડકેલા છે? અલોકને આકાશાસ્તિકાયના દેશ, પ્રદેશ અડકેલાં છે. તેને પૃથ્વીકાય યાવત્ અદ્ધા સમય સ્પૃષ્ટ નથી, તે એક અગુરુલઘુરૂપ અજીવદ્રવ્ય દેશ છે. અનંત અગુરુલઘુ ગુણોથી સંયુક્ત છે, અનંત ભાગ ઉણ સર્વાકાશરૂપ છે. ઈત્યાદિ - X - X
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit