Pramāṇa · Search · About · API

Viyahapannatti 200

Viyāhapannatti: ṭīkānusārī vivecana 200

Language
Gujarati

200

‘ભગવતી’ સૂત્ર-૧૨૭ થી ૧૨૯ :– [૨/૫/૧૨૭ થી ૧૨૯]
[૧૨૭] ભગવન્‌! એક જીવ, યોનિમાં બીજભૂત-એક ભવ ગ્રહણથી કેટલાના પુત્રરૂપે શીઘ્ર આવે છે. ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણના અને ઉત્કૃષ્ટથી શત પૃથક્‌ત્વ જીવનો પુત્ર થાય.
[૧૨૮] ભગવન્‌! એક જીવને એક ભવમાં કેટલા પુત્ર શીઘ્ર થાય છે? ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી લાખ પૃથક્ત્વ જીવો પુત્રરૂપે થાય. ભગવન્‌! એમ કેમ કહ્યું?
ગૌતમ! સ્ત્રી અને પુરુષના કર્મકૃત્‌ યોનિમાં મૈથુનવૃત્તિક નામે સંયોગ ઉત્પન્ન થાય, પછી તે બંને વીર્ય અને લોહીનો સંબંધ કરે છે. તેમાં જઘન્ય એક, બે અને ઉત્કૃષ્ટથી લાખ જીવ પુત્રપણે શીઘ્ર આવે છે. તેથી આમ કહ્યું.
[૧૨૯] ભગવન્‌! મૈથુન સેવતા મનુષ્યને કેવા પ્રકારે અસંયમ હોય? ગૌતમ! જેમ કોઈ પુરુષ રૂની નળીને કે બૂરની નળીને તપાવેલ સોનાની સળી વડે બાળી નાંખે, હે ગૌતમ! તેવા પ્રકારનો મૈથુનને સેવતા મનુષ્યને અસંયમ હોય. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે યાવત્‌ વિચરે છે.

Linked texts (1)