Pramāṇa · Search · About · API

Viyahapannatti 201

Viyāhapannatti: ṭīkānusārī vivecana 201

Language
Gujarati

201

વિવેચન :–૧૨૭ થી ૧૨૯
મનુષ્ય અને તિર્યંચોનું બીજ ૧૨ મુહૂર્ત્ત સુધી યોનિભૂત હોય છે. ગાય આદિની યોનિમાં પ્રવિષ્ટ બીજ શતપૃથક્ત્વ હોવા છતાં, તે બીજ સમુદાયમાંથી એક જીવ ઉત્પન્ન થાય છે. તે બધાં બીજ સ્વામીનો પુત્ર કહેવાય. - X - માછલા આદિને બે થી નવ લાખ પુત્રો ગર્ભમાં નિષ્પન્ન થાય છે. તેથી સહસ્રપૃથક્ત્વ પુત્રો થાય છે. મનુષ્યસ્ત્રીની યોનિમાં ઘણાં જીવો ઉત્પન્ન થાય છે, પણ બધાં જન્મતા નથી. ‘સ્ત્રી અને પુરુષનો મૈથુન નિમિત્ત સંયોગ થાય’ તેમ સંબંધ છે. એ સંયોગ ક્યાં ઉત્પન્ન થાય? નામકર્મથી બનેલ યોનિમાં અથવા જેમાં કામોત્તેજક ક્રિયા થઈ છે, તે યોનિમાં. મૈથુનવૃત્તિક એટલે મૈથુનની વૃત્તિવાળો અથવા મૈથુનરૂપ હેતુવાળો.
નામ અને નામવાળાનો કાલ્પનિક રીતે અભેદ પણ હોઈ શકે છે માટે સંયોગનું નામ મૈથુનવૃત્તિક કે મૈથુન પ્રત્યયિક થયું. સંયોગ એટલે સંપર્ક. તે સ્ત્રી પુરુષના લોહી અને વીર્યનો સંબંધ કરે છે. મૈથુનવૃત્તિક સંયોગ કહ્યો. હવે મૈથુનમાં જ અસંયમ કહે છે.
રૂતનાલિકા એટલે જેમાં રૂ ભરેલ છે, તેવી પોલી વાંસ આદિની નળી. એ પ્રમાણે બૂરનાલિકાને સમજવી. વિશેષ એ કે – બૂર એટલે એક જાતિની વનસ્પતિનો વિશેષ ભાગ. ‘રૂ વગેરેનો નાશ કરવાથી તેનો ધ્વંસ કરે.’ એ વાક્ય અધ્યાહાર છે. એ રીતે મૈથુનને સેવતો યોનિગત જીવોનો પુરુષલિંગ દ્વારા નાશ કરે છે. તે જીવો પંચેન્દ્રિયો છે, તેમ પણ બીજા ગ્રંથમાં સંભળાય છે - X - તિર્યંચ, મનુષ્યની ઉત્પત્તિ વિચારી. હવે દેવોત્પત્તિ–

Linked texts (1)