Viyahapannatti 215
Viyāhapannatti: ṭīkānusārī vivecana 215
- Language
- Gujarati
215
વિવેચન :–૧૩૭
પર્વતના ઉપરના ભાગમાં નીચે દ્રહ છે, તેનું નામ ‘અધ’ છે. ક્યાંક દ્રહ પાઠ નથી, ‘અધ’ને બદલે ‘અપ્પ’ પાઠ છે. તેનો અર્થ ‘પાણીનું ઉત્પત્તિ સ્થાન’ દ્રહ જ છે. વિસ્તારવાળા મેઘો પડવાની તૈયારીમાં હોય છે, પડે છે, કુંડ ભરાવા ઉપરાંત ઉકળેલું પાણી ઝરે છે. તેમનું કથન ખોટું છે. કેમ કે તેઓ વિભંગજ્ઞાની છે. પ્રાયઃ સર્વજ્ઞ વચન વિરુદ્ધ અને પ્રાયઃ વ્યવહારિક પ્રત્યક્ષથી પણ તેઓના કહેવા કરતાં ઉલટું જણાય છે. તે લગભગ પાસે છે. કહેનાર દ્વારા દેખાડાતા સ્થાને ‘મહાતપોતીરપ્રભવ’ - જેની ઉત્પત્તિ મહા આતપની પાસે છે, ત્યાં ઝરણું ઉત્પન્ન થાય છે, વિનાશ પામે છે, બીજી રીતે - નાશ પામે છે, ઉત્પન્ન થાય છે.
તેનો ઉપસંહાર એ છે કે – અન્યતીર્થિકોએ કલ્પેલ ‘આપ્ય’ દ્રહ તે મહાતપોતીરપ્રભવ નામે ઝરણું છે, તેનો અર્થ અન્વર્થ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit