Pramāṇa · Search · About · API

Viyahapannatti 214

Viyāhapannatti: ṭīkānusārī vivecana 214

Language
Gujarati

214

‘ભગવતી’ સૂત્ર-૧૩૭ :– [૨/૫/૧૩૭]
અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે - ભાખે છે - જણાવે છે - પ્રરૂપે છે - રાજગૃહનગરની બહાર, વૈભાર પર્વતની નીચે, પાણીનો એક મોટો દ્રહ છે, તે અનેક યોજન લાંબો-પહોળો છે, અનેક જાતના વૃક્ષખંડોથી સુશોભિત છે સશ્રીક છે - યાવત્‌ - પ્રતિરૂપ છે. તેમાં ઘણાં ઉદાર મેઘ સંસ્વેદે છે, સંમૂર્ચ્છે છે અને વરસે છે. તદુપરાંત તેમાં સદા ગરમ-ગરમ પાણી ઝર્યા કરે છે. ભગવન્‌! એ કેવી રીતે છે?
ગૌતમ! જે અન્યતીર્થિકો આમ કહે છે, યાવત્‌ જે તે પ્રરૂપે છે તે ખોટું કહે છે યાવત્‌ બધું જાણવું યાવત્‌ હે ગૌતમ! હું એમ કહું છું યાવત્‌ પ્રરૂપુ છે - રાજગૃહ નગર બહાર વૈભર પર્વતની પાસે મહાતપોપતીરપ્રભવ નામે ઝરણું છે, તે લંબાઈ-પહોળાઈથી ૫૦૦ ધનુષ્‌ છે, તેનો અગ્રભાગ અનેક જાતના વૃક્ષખંડોથી શોભિત છે, સશ્રીક-દર્શનીય-પ્રાસાદીય-અભિરૂપ-પ્રતિરૂપ છે. તેમાં ઘણાં ઉષ્ણયોનિક જીવો અને પુદ્ગલો પાણીપણે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, ચય-ઉપચય પામે છે. તદુપરાંત તેમાંથી સદા સમિત ઉષ્ણ જળ ઝર્યા કરે છે. હે ગૌતમ! મહાતપોપતીરપ્રભવ ઝરણું છે અને એ જ એનો અર્થ છે.
ભગવન્‌ ! તે એમ જ છે. એમ જ છે, કહી ગૌતમસ્વામી ભગવંત મહાવીરને વંદે છે, નમે છે.

Linked texts (1)