Pramāṇa · Search · About · API

Viyahapannatti 221

Viyāhapannatti: ṭīkānusārī vivecana 221

Language
Gujarati

221

વિવેચન :–૧૩૯
દેવો કેટલી જાતના છે? પ્રજ્ઞાપના સૂત્રના બીજા ‘સ્થાન’ નામક પદમાં દેવોની વક્તવ્યતા છે, તે પ્રકારે અહીં કહેવી. નવરં ભવણ૦ એ પાઠ ક્યાંક દેખાય છે, તેનો અર્થ યોગ્ય રીતે જાણી શકાતો નથી. દેવ વક્તવ્યતા આ છે - ૮૦ લાખ યોજન જાડી રત્નપ્રભા પૃથ્વીના ઉપર-નીચે એક-એક હજાર [લાખ-?] યોજન છોડીને વચ્ચેના ૭૮ લાખ યોજનમાં ભવનવાસી દેવોના ૭,૭૨,૦૦,૦૦૦ ભવનો છે, એમ કહ્યું છે ઈત્યાદિ. ત્યાં રહેલ વિશેષાર્થને વિશેષથી દર્શાવે છે - ઉપપાત એટલે ભવનપતિની પોતાની સ્થાન પ્રાપ્તિ સંબંધી તત્પરતા. તેને આશ્રીને લોકના અસંખ્યાતમાં ભાગે ભવનવાસી રહે છે. એ પ્રમાણે બધું કહેવું.
તે આ છે - મારણાંતિકાદિ સમુદ્ઘાતમાં વર્તનારા ભવનપતિઓ લોકના અસંખ્યાત ભાગમાં જ રહે છે. તથા સ્વ સ્થાનથી લોકના અસંખ્યાતમા ભાગમાં જ રહે છે. કેમ કે તેમના સાતિરેક સાત કરોડ ભવનો લોકના અસંખ્યેયભાગવર્તી છે. એ પ્રમાણે અસુરકુમાર સંબંધે પણ જાણવું. દક્ષિણ અને ઉત્તરના ભવનપતિઓ, યથોચિતપણે વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકો એ બધાંના સ્થાનો કહેવા. તે સિદ્ધ કંડિકા પ્રકરણ સુધી કહેવા.
તે આ પ્રમાણે – સિદ્ધોના સ્થાન ક્યાં છે? વગેરે. [શંકા] દેવ-સ્થાન અધિકારમાં સિદ્ધ-સ્થાન અધિકાર, ‘સ્થાન’ બળથી જાણવો. બીજું જીવાભિગમ સૂત્રમાં કહેલું અહીં જાણવું. તે આ રીતે – કલ્પ વિમાનના આધાર સંબંધે કહેવું. જેમકે - ભગવન્‌! સૌધર્મ-ઈશાન કલ્પે વિમાનપૃથ્વી કોને આધારે છે? ગૌતમ! ઘનોદધિના આધારે. ઈત્યાદિ. - X - X - વિમાન પૃથ્વીની જાડાઈ કહેવી. તે આ રીતે – સૌધર્મ, ઈશાન કલ્પે વિમાન પૃથ્વીની જાડાઈ કેટલી કહી છે? ૨૭૦૦ યોજન કહી છે. ઈત્યાદિ - X - X - કલ્પ વિમાનોની ઊંચાઈ કહેવી. તે આ રીતે - ભગવન્‌! સૌધર્મ અને ઈશાન કલ્પે વિમાનો કેટલાં ઊંચા છે. ગૌતમ! ૫૦૦ યોજન. - X - X - વિમાનોનો આકાર કહેવો. તે આ રીતે – ભગવન્‌! સૌધર્મ-ઈશાન કલ્પે વિમાનોનો આકાર કેવો છે? ગૌતમ! જે વિમાનો આવલિકા પ્રવિષ્ટ છે, તે ગોળ-ત્રિકોણ-ચતુષ્કોણ છે, જે આવલિકા પ્રવિષ્ટ નથી તે અનેક આકારવાળા છે. છેલ્લે અતિદેશથી કહે છે - વિમાનોનું પ્રમાણ, રંગ, કાંતિ આદિ કહેવા.

Linked texts (1)