Viyahapannatti 223
Viyāhapannatti: ṭīkānusārī vivecana 223
- Language
- Gujarati
223
‘ભગવતી’ સૂત્ર-૧૪૦ :– [૨/૮/૧૪૦]
ભગવન્! અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરની સુધર્માસભા ક્યાં છે? ગૌતમ! જંબૂદ્વીપ દ્વીપના મેરુ પર્વતની દક્ષિણે તીર્છા અસંખ્ય દ્વીપ સમુદ્રો ગયા પછી અરુણવરદ્વીપના વેદિકાના બાહ્ય છેડાથી અરુણોદય સમુદ્રમાં ૪૨,૦૦૦ યોજન ગયા પછી આ અસુરેન્દ્ર અસુરકુમાર રાજ ચમરનો તિગિચ્છિકકૂટ નામે ઉત્પાતપર્વત છે. તે ૧૭૨૧ યોજન ઊંચો છે, ૪૦૦ યોજન અને એક કોશ તેનો ઉદ્વેધ છે. તેનું માપ ગોસ્તુભ આવાસ પર્વત પ્રમાણે જાણવું. વિશેષ આ - ઉપરનું પ્રમાણ વચલા ભાગનું સમજવું અર્થાત્ તિગિચ્છિકકૂટ પર્વતનો વિષ્કંભ મૂળમાં ૧૦૨૨ યોજન વચ્ચે ૪૨૪ યોજન છે. ઉપરનો વિષ્કંભ ૭૨૩ યોજન છે. તેનો પરિક્ષેપ મૂળમાં ૩૨૩૨ યોજનથી કંઈક વિશેષ ઉણ છે. વચલો પરિક્ષેપ ૧૩૪૧ યોજનથી કંઈક વિશેષોણ છે. ઉપલો પરિક્ષેપ ૨૨૮૬ યોજનથી વિશેષાધિક છે. તે મૂળમાં વિસ્તૃત, મધ્યે સાંકડો અને ઉપર વિશાળ છે.
તેનો વચલો ભાગ ઉત્તમ વજ્ર જેવો છે, મોટા મુકુંદના સંસ્થાને સંસ્થિત છે. આખો રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે તે ઉત્તમ કમળની એક વેદિકા અને એક વનખંડથી ચોતરફથી વીંટળાએલ છે. પદ્મવર વેદિકા અને વનખંડનું વર્ણન જાણવું. તે તિગિચ્છિક કૂટ ઉત્પાતપર્વતનો ઉપરનો ભાગ ઘણો સમરમણીય છે [વર્ણન]. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશ ભાગે એક મોટો પ્રાસાદાવતંસક છે, તેની ઊંચાઈ ૨૫૦ યોજન છે, વિષ્કંભ ૧૨૫ યોજન છે. [પ્રાસાદ વર્ણન] તેની ઉપરી ભાગનું વર્ણન કરવું. આઠ યોજનની મણિપિઠિકા છે. ચમરનું સિંહાસન પરિવાર સહિત કહેવું.
તે તિગિચ્છિકૂટ પર્વતની દક્ષિણે અરુણોદય સમુદ્રમાં ૬,૫૫,૩૫,૫૦,૦૦૦ યોજન તીર્છુ જતા નીચે રત્નપ્રભા પૃથ્વીનો ૪૦ હજાર યોજન ભાગ ગયા પછી અહીં અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરની ચમરચંચા રાજધાની છે. તેનો આયામ-વિષ્કંભ એક લાખ યોજન છે. તે જંબૂદ્વીપ પ્રમાણ છે. તેનો પ્રાકાર ૧૫૦ યોજન ઊંચો છે, તેનો વિષ્કંભ મૂળમાં ૫૦ યોજન, ઉપરના ભાગનો વિષ્કંભ ૧૩llયોજન છે. તેના કાંગરાની લંબાઈ અડધો યોજન છે. પહોળાઈ એક કોશ છે. ઊંચાઈ કંઈક ન્યૂન અડધો યોજન છે. વળી એક-એક બાહામાં ૫૦૦-૫૦૦ દ્વારો છે. દ્વારની ઊંચાઈ ૨૫૦ યોજન, વિષ્કંભ ૧૨૫ યોજન. ઉપરિતલયન ૧૬,૦૦૦ યોજન આયામ-વિષ્કંભથી, પરિ-ક્ષેપ ૫૦,૫૯૭ યોજનથી કંઈક વિશેષોન. સર્વ પ્રમાણ વડે વૈમાનિકના પ્રમાણથી અહીં બધું અડધું પ્રમાણ જાણવું.
સુધર્માસભા, ઈશાનકોણના જિનગૃહ, પછી ઉપપાત સભા, દ્રહ, અભિષેક, અલંકારસભા એ બધું વિજયદેવ માફક. સંકલ્પ, અભિષેક, વિભૂષણા, વ્યવસાય, અર્ચનિકા, સિદ્ધાયતન આ બધાંનો આલાવો, ચમરનો પરિવાર, ઈષ્ટત્વ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit