Pramāṇa · Search · About · API

Viyahapannatti 224

Viyāhapannatti: ṭīkānusārī vivecana 224

Language
Gujarati

224

વિવેચન :–૧૪૦
અસુરેન્દ્રત્વ માત્ર ઐશ્વર્યથી પણ હોય, તેથી કહે છે. અસુર રાજાનું - અસુર નિકાય જેને વશવર્તી છે તે. ચમરને તિર્છાલોકમાં જવું હોય ત્યારે જે પહેલો પર્વત આવે તે ઉત્પાત પર્વત. ગોસ્તુભ પર્વત લવણસમુદ્રની મધ્યે પૂર્વ દિશામાં નાગરાજ આવાસ પર્વત છે. તેના આદિ-મધ્ય-અંતનું વિષ્કંભ પ્રમાણ આ છે – ૧૦૨૨, ૭૨૩, ૨૪૨ યોજન. અહીં વિશેષથી કહે છે – તેના વિષ્કંભ મૂલમાં ૧૦૨૨, મધ્યે-૪૨૪, ઉપર-૭૨૩ યોજન છે. પરિક્ષેપ મૂલમાં કંઈક વિશેષ ન્યૂન ૩૨૩૨ યોજન, મધ્યે-કંઈક વિશેષોન ૧૩૪૧, ઉપર સાધિક ૨૨૮૬ યોજન છે. બીજા પુસ્તકમાં આ બધી હકીકત મૂળમાં છે.
જેનો આકાર ઉત્તમ વજ્ર જેવો છે. એટલે વચ્ચે પાતળો. એ જ કહે છે – મુકુંદ એક વાદ્ય વિશેષ, આકાશ સ્ફટિકવત્‌ નિર્મળ. યાવત્‌ શબ્દથી શ્લક્ષ્ણ-શ્લક્ષ્ણ પુદ્ગલથી બનેલ, સુંવાળો, ઘૃષ્ઠ એટલે શરાણ પર ઘસેલ પ્રતિમા માફક ઘસેલ, સુકુમાર શરાણથી પ્રતિમા કે પ્રમાર્જનિકા વડે શોધિત, તેથી જ રજરહિત, કઠિનમલ રહિત, આર્દ્રમલ રહિત, નિરાવરણ દીપ્તિ, સારા પ્રભાવવાળો, કિરણવાળો, નજીકના પદાર્થને ઉદ્યોતક, પ્રાસાદીય.
વેદિકા વર્ણન - તે પદ્મવરવેદિકા અર્ધ યોજન ઊંચી, વિષ્કંભ ૫૦૦ ધનુષ્‌, રત્નની બનેલી છે, તેનો પરિક્ષેપ તિગિચ્છિકૂટના ઉપરના ભાગના પરિક્ષેપ જેટલો છે. વેદિકાનું સંક્ષિપ્ત વર્ણન આ હતું નેમ-સ્તંભના મૂળ પાયા. વનખંડ વર્ણન આ - ઘેરાવો દેશોન બે યોજન. પરિક્ષેપ પદ્મવરવેદિકાના પરિક્ષેપ જેટલો છે. તે કૃષ્ણ અને કૃષ્ણ કાંતિવાળો છે ઈત્યાદિ.
તેનો ભૂમિભાગ તદ્દન સમ અને રમણીય છે. તેનું વર્ણન આ - તે ભૂમિ ભાગ મુરજ મુખ સમાન છે, તે મૃદંગ પુષ્કર જેવો, સરોવરના તલ, આદર્શમંડલ, હાથના તલ, ચંદ્રમંડલ જેવો છે.
પ્રાસાદાવતંસક - સૌથી સારો, ઊંચો પ્રાસાદ. તેનું વર્ણન આ છે - તે વાદળા માફક ઊંચો, અત્યંત ચળકતો હોવાથી હસતો હોય તેવો, કાંતિથી ધોળો અથવા પ્રભાસિત છે. મણિ-સોનું અને રત્નોની કારીગરીથી વિચિત્ર છે ઈત્યાદિ. પ્રાસાદના ઉપરી ભાગનું વર્ણન કરવું. તે આ – તેના ઉપરી ભાગમાં બળદ, ઘોડો, પુરુષ, મગર, પક્ષી, મિંદડો, કિન્નર, સાવર, શરભ, ચમર, હાથી, વન, વલોયું, પદ્મની વેલ એ બધાંની કારીગરી વાળા ચિત્ર હતાં. યાવત્‌ તે સ્વચ્છ યાવત્‌ પ્રતિરૂપ છે.
ભૂમિનું વર્ણન-તે ઉત્તમ ઊંચા પ્રાસાદનો ભૂમિભાગ તદ્દન સમ અને સુંદર છે, મુરજના મુખ જેવો છે ઈત્યાદિ
ચમરના પરિવારના સિંહાસન સહિત સિંહાસન કહેવું. તે આ – સિંહાસનની વાયવ્ય-ઉત્તર-ઈશાને ચમરના ૬૪,૦૦૦ સામાનિક દેવોના ૬૪,૦૦૦ ભદ્રાસનો છે. પૂર્વમાં પરિવારસહિત પાંચ પટ્ટરાણીના પાંચ ભદ્રાસન સપરિવાર છે. અગ્નિ ખૂણામાં અભ્યંતર પર્ષદાના ૨૪,૦૦૦ દેવોના ૨૪,૦૦૦ ભદ્રાસનો છે. દક્ષિણમાં મધ્યમ પર્ષદાના ૨૮,૦૦૦ ભદ્રાસનો, નૈઋત્યમાં બાહ્ય પર્ષદાના ૩૨,૦૦૦ ભદ્રાસનો છે. પશ્ચિમે સાત સેનાધિપતિના સાત ભદ્રાસનો છે. ચારે દિશામાં આત્મરક્ષક દેવોના ૬૪-૬૪ હજાર ભદ્રાસનો છે. વાંચનાંતરમાં ભૌમ - નગરાકાર વિશિષ્ટ સ્થાન પાઠ છે, ઉપરિલયન એટલે પીઠબંધ સમાન.
તે રાજધાનીમાં જે કિલ્લો, પ્રાસાદ, સભાદિ વસ્તુ છે, તેનું ઊંચાઈ આદિનું પ્રમાણ સૌધર્મ વિમાનના કિલ્લાદિ કરતા અડધું છે. સૌધર્મ વિમાનોના પ્રાકાર ૩૦૦ યોજન ઊંચા છે, તેથી અહીં ૧૫૦ યોજન. સૌધર્મ દેવોનો મૂલ પ્રાસાદ ૫૦૦ યોજન અને તેના પરિવારરૂપ બીજા ચાર પ્રાસાદો ૨૫૦ યોજન ઊંચા છે, તે ચાર પ્રાસાદની પ્રત્યેકની આસપાસ બીજા ચાર-ચાર પ્રાસાદો છે, તેની ઊંચાઈ ૧૨૫ યોજન છે. તે ચારે પ્રાસાદોની આસપાસ બીજા ચાર-ચાર પ્રાસાદો છે, તે ૬૨ll યોજન, એ પ્રમાણ બીજા ચાર પ્રાસાદો ૩૧| યોજન. તેથી અહીં તે બધાંનું અડધું કહેવું.
ચારે પરિપાટીમાં બધાં મળીને ૩૪૧ પ્રાસાદો છે. તેનાથી ઈશાનમાં સુધર્માસભા, સિદ્ધાયતન, ઉપપાત સભા, દ્રહ, અભિષેક સભા અને વ્યવસાય સભા છે. તે બધાંનું પ્રમાણ સૌધર્મદેવોની સભા કરતા અડધું જાણવું. તેથી તેની ઊંચાઈ ૩૬ યોજન, લંબાઈ-૫૦ યોજન, વિષ્કંભ-૨૫ યોજન છે. વિજય દેવની સભા - X - માફક - X - વર્ણન કરવું. જીવાભિગમ સૂત્રમાં વિજયદેવની સભામાં જે કહ્યું તે બધું અહીં ચમર સભામાં કહેવું - X - X - X -વાંચનાંતરે આ બધું અર્થથી કહ્યું છે. અભિષેક સભા-સામાનિક દેવાદિકૃત્‌ અભિષેક, અલંકાર સભા-વસ્ત્ર અલંકારથી કરેલ શણગાર, વ્યવસાય સભા-પુસ્તક વાંચનથી વ્યવસાય કરવો, સિદ્ધાયતનમાં-જિનપ્રતિમાપૂજન

Linked texts (1)