Viyahapannatti 259
Viyāhapannatti: ṭīkānusārī vivecana 259
- Language
- Gujarati
259
વિવેચન :–૧૬૪ થી ૧૬૯
પ્રમાણથી ઊંચાપણું, ગુણથી ઉન્નતપણું અથવા પ્રાસાદ અપેક્ષાએ ઊંચાપણું, પ્રાસાદ પીઠની અપેક્ષાએ ઉન્નતપણું. જે કહ્યું છે કે – પહેલા કલ્પોમાં વિમાનોની ઊંચાઈ ૫૦૦ યોજન છે. તે સ્થૂળપણે કહ્યું છે, એમ જાણવું. તેનાથી કિંચિત્ વધુ ઊંચું હોય તો તેમાં કોઈ વિરોધ નથી.- X -આલાપ- સંભાષણ, સંલાપ- પુનઃ પુનઃ ભાષણ. કૃત્ય- પ્રયોજન, કરણીય - કાર્યો. હવે કાર્યનો પ્રસંગ આવે ત્યારે કેવી રીતે કાર્ય કરે છે? કાર્યો સરળ છે. ભો-આ કાર્ય છે. ભો શબ્દ આમંત્રણાર્થે છે- X -જે કોઈ આજ્ઞાદિ એ કરે. તેને તેઓ તાબે રહે છે, એમ વાક્યાર્થ છે - X -
જ્ઞાનાદિનો આરાધક છે. છેલ્લો એક જ ભવ બાકી છે, તે ચરમ. અથવા દેવભવ તે તેનો છેલ્લો દેવભવ છે - X - હિત - સુખના કારણરૂપ. - X - દુઃખથી બચવું તે પથ્ય. તે કૃપાળુ છે માટે આમ કહ્યું. નિઃશ્રેયસ - મોક્ષમાં નિયુક્ત. જેમાં દુઃખનો સંબંધ ન હોય તે સુખ. હિત, સુખાદિને ઈચ્છનાર. પૂર્વોક્ત અર્થસૂચક બે ગાથા–
અહીં પહેલી ગાથામાં પૂર્વાર્ધ પદોનો ઉત્તરાર્ધ પદો સાથે અનુક્રમે સંબંધ જોડવો. જેમકે તિષ્યકનું છઠ્ઠ તપ, ઈત્યાદિ. ભત્તપરિણ્ણ - અનશનનો વિધિ. - X - વિકુર્વણા કેવી? તેનું કથન મોકા નગરીમાં કહેવાયેલ હોવાથી. તેનું પ્રકરણ ‘મોકા’ કહેવાય છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit