Viyahapannatti 258
Viyāhapannatti: ṭīkānusārī vivecana 258
- Language
- Gujarati
258
‘ભગવતી’ સૂત્ર-૧૬૪ થી ૧૬૯ :– [૩/૧/૧૬૪ થી ૧૬૯]
[૧૬૪] ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્રના વિમાનો કરતાં શું દેવેન્દ્ર દેવરાજ ઈશાનના વિમાનો કિંચિત્ ઉચ્ચતર, કિંચિત્ ઉન્નતતર છે? ઈશાનેન્દ્રના વિમાનોથી શક્રેન્દ્રના વિમાનો કંઈક નીચા કે નિમ્નતર છે?
ગૌતમ! હા, તે એમ જ છે - એમ કેમ કહ્યું? ગૌતમ! જેમ કોઈ હથેળી ક્યાંક ઊંચું, ક્યાંક ઉન્નત હોય અને ક્યાંક નીચું, ક્યાંક નિમ્ન હોય, તેમ હે ગૌતમ! શક્રેન્દ્રના વિમાન નિમ્ન છે.
[૧૬૫] ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્ર, દેવેન્દ્ર દેવરાજ ઈશાન પાસે જવાને સમર્થ છે? હા, છે.
ભગવન્! તે તેમનો આદર કરતો આવે કે અનાદર કરતો આવે? ગૌતમ! આદર કરતો આવે. - X -
ભગવન્! દેવેન્દ્ર દેવરાજ ઈશાન, દેવેન્દ્ર દેવરાજ શક્ર પાસે આવવા સમર્થ છે? હા, છે. ભગવન્! તે તેનો આદર કરતો આવે કે અનાદર કરતો આવે? ગૌતમ! આદર કરતો કે અનાદર કરતો પણ આવે.
ભગવન્! ઈશાનેન્દ્રની સપક્ષ, સપ્રતિદિશ જોવાને શક્રેન્દ્ર સમર્થ છે? ગૌતમ! પાસે આવવા માફક અહીં બે આલાવા છે.
ભગવન્! શક્રેન્દ્ર, ઈશાનેન્દ્ર સાથે વાતચિત કરવાને સમર્થ છે? હા, છે. પાસે આવવા સંબંધે કહ્યું તેમ અહીં કહેવું.
ભગવન્! તે શક્રેન્દ્ર-ઈશાનેન્દ્ર વચ્ચે કોઈ કૃત્ય, કરણીય સમુત્પન્ન થાય છે? હા, થાય છે. ત્યારે તે કેવો વ્યવહાર કરે? ગૌતમ! ત્યારે શક્રેન્દ્ર, ઈશાનેન્દ્ર પાસે જાય છે. ઈશાનેન્દ્ર, શક્રેન્દ્ર પાસે જાય છે [તેઓ પરસ્પર આ રીતે બોલાવે છે–] ઓ! દક્ષિણાર્દ્ધ લોકાધિપતિ દેવરાજ દેવેન્દ્ર શક્ર! કે ઓ! ઉત્તરાર્દ્ધ લોકાધિપતિ દેવેન્દ્ર દેવરાજ ઈશાન! એ રીતે પરસ્પર કૃત્ય, કરણીયને અનુભવતા વિચરે છે.
[૧૬૬] તે દેવેન્દ્ર દેવરાજ શક્ર-ઈશાન વચ્ચે પરસ્પર વિવાદ થાય છે? હા, થાય છે. ત્યારે તેઓ શું કરે છે? ગૌતમ! ત્યારે તે શક્ર-ઈશાન, દેવેન્દ્ર દેવરાજ સનત્કુમારને યાદ કરે છે. ત્યારે તે સનત્કુમારેન્દ્ર, શક્ર-ઈશાનેન્દ્રએ યાદ કરતા જલ્દીથી તેઓની પાસે આવે છે. તે જે કહે તેને બંને ઈન્દ્રો તેમની આજ્ઞા-સેવા-વચન-નિર્દેશે રહે છે.
[૧૬૭] દેવેન્દ્ર દેવરાજ સનત્કુમાર ભવસિદ્ધિક, અભવસિદ્ધિક, સમ્યગ્દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ, પરિત્તસંસારી, અપરિત્ત સંસારી, સુલભબોધિ, દુર્લભબોધિ, આરાધક, વિરાધક, ચરમ, અચરમ શું છે?
ગૌતમ! સનત્કુમારેન્દ્ર ભવસિદ્ધિક, સમ્યગ્દૃષ્ટિ, પરિત્તસંસારી, સુલભબોધિ, આરાધક, ચરમ પ્રશસ્ત જાણવા. અભવસિદ્ધિકાદિ નહીં. ભગવન્! એમ કેમ કહ્યું? સનત્કુમારેન્દ્ર ઘણાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાના હિત-સુખ-પથ્યેચ્છુ છે, આનુકંપા કરનાર, નિઃશ્રેયસ-હિત સુખ કલ્યાણના કામી છે. તેથી ગૌતમ! એમ કહ્યું.
ભગવન્! દેવેન્દ્ર દેવરાજ સનત્કુમારની સ્થિતિ કેટલા કાળ સુધીની છે? ગૌતમ! સાત સાગરોપમ સ્થિતિ છે. ભગવન્! તે, તે દેવલોકથી આયુક્ષય થતાં યાવત્ ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. - ભગવન્! તે એમ જ છે. એમ જ છે.
[૧૬૮] તિષ્યકનો તપ છઠ્ઠ-છઠ્ઠ, અનશન એક માસ, શ્રમણપર્યાય આઠ વર્ષ-કુરુદત્તનો તપ અઠ્ઠમ-અઠ્ઠમ, અનશન અર્ધ માસ, શ્રમણપર્યાય છ માસ છે.
[૧૬૯] વિમાનોની ઊંચાઈ, પ્રાદુર્ભાવ, જોવું, સંલાપ, કાર્ય, વિવાદોત્પત્તિ, સનત્કુમારનું ભવ્યપણું કહ્યું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit