Viyahapannatti 272
Viyāhapannatti: ṭīkānusārī vivecana 272
- Language
- Gujarati
272
‘ભગવતી’ સૂત્ર-૧૭૮ :– [૩/૩/૧૭૮]
તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું યાવત્ પર્ષદા પાછી ફરી. તે કાળે તે સમયે યાવત્ ભગવંતના મંડિતપુત્ર અણગાર શિષ્ય, જે પ્રકૃત્તિભદ્રક હતા યાવત્ પર્યુપાસના કરતા આમ કહ્યું – ભગવન્! ક્રિયાઓ કેટલી કહી છે? મંડિતપુત્ર! પાંચ કહી છે. તે આ-કાયિકી, અધિકરણિકી, પ્રાદ્વેષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાતક્રિયા.
ભગવન્! કાયિકી ક્રિયા કેટલા ભેદે છે? મંડિતપુત્ર! બે-અનુપરતકાય ક્રિયા અને દુષ્પ્રયુક્ત કાય ક્રિયા.
ભગવન્! અધિકરણિકીક્રિયા કેટલા ભેદે? મંડિતપુત્ર! બે-સંજોયણાધિકરણક્રિયા, નિર્વર્તનાધિકરણક્રિયા.
ભગવન્! પ્રાદ્વેષિકી ક્રિયા કેટલા ભેદે છે? મંડિતપુત્ર! બે-જીવ પ્રાદ્વેષિકી, અજીવ પ્રાદ્વેષિકી.
પારિતાપનિકી ક્રિયા ભગવન્! કેટલા ભેદે? મંડિતપુત્ર! બે-સ્વહસ્ત પારિતા૦, પરહસ્તપારિતાપનિકી.
ભગવન્! પ્રાણાતિપાત ક્રિયા કેટલા ભેદે છે? મંડિતપુત્ર! બે - સ્વહસ્ત અને પરહસ્ત પ્રાણાતિપાતક્રિયા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit