Pramāṇa · Search · About · API

Viyahapannatti 273

Viyāhapannatti: ṭīkānusārī vivecana 273

Language
Gujarati

273

વિવેચન :–૧૭૮
કરવું તે ક્રિયા અર્થાત્‌ કર્મબંધમાં કારણરૂપ ચેષ્ટા. ચય રૂપ થાય તે કાય-શરીર, તેમાં થતી કે તેનાથી થયેલી તે કાયિકી ક્રિયા. જેના વડે આત્મા નરકાદિ ગતિમાં જવાનો અધિકારી થાય તે અધિકરણ-એક અનુષ્ઠાન વિશેષ અથવા ચક્ર, ખડ્ગ આદિ બાહ્ય વસ્તુ, તેના દ્વારા થયેલી ક્રિયા.. પ્રદ્વેષ-મત્સરથી થતી ક્રિયા.. પીડા ઉપજાવવી તે પરિતાપ, તેનાથી કે તેમાં થયેલ ક્રિયા.. પ્રાણના અતિપાત સંબંધી જે ક્રિયા તે.
અવિરતિની કાયક્રિયા તે અનુપરત૦ આ ક્રિયા વિરતિરહિતને હોય. દુષ્ટ રીતે પ્રયોજેલ તે દુષ્પ્રયુક્ત, દુષ્પ્રયુક્ત કાયાથી થયેલ ક્રિયા. આ ક્રિયા પ્રમત્ત સંયતને પણ હોય, કેમ કે વિરતિવાળાને પ્રમાદ થવાથી, તેનું શરીર દુષ્પ્રયુક્ત થાય છે.. હળકરણ, ઝેર મેળવવું, યંત્રાદિ ભાગોને જોડવા એ બધી ક્રિયા તે સંયોજન, તે રૂપ અધિકરણક્રિયા.. સ્વ, પર અને ઉભય ઉપર જીવનો દ્વેષ, તેનાથી થયેલ ક્રિયા.. અજીવ ઉપર દ્વેષથી કરેલ જે ક્રિયા-દ્વેષ કરવો તે.. સ્વ હસ્તે પોતાના-બીજાના કે ઉભયના દુઃખની ઉદીરણા તે પરિતાપ, તેના દ્વારા થયેલ જે ક્રિયા તે - X - X - ક્રિયા કહી, હવે તદ્‌જન્ય કર્મ અને વેદના આશ્રીને કહે છે –

Linked texts (1)