Pramāṇa · Search · About · API

Viyahapannatti 276

Viyāhapannatti: ṭīkānusārī vivecana 276

Language
Gujarati

276

‘ભગવતી’ સૂત્ર-૧૮૧ :– [૩/૩/૧૮૧]
ભગવન્‌! જીવ હંમેશા માપપૂર્વક કંપે છે, વિવિધ રીતે કંપે છે, ચાલતા-સ્પંદનથી-ઘટ્ટણથી-ક્ષોભથી-ઉદીરણાથી તે તે ભાવે પરિણમે? હા, મંડિતપુત્ર! એમ જ છે.
ભગવન્‌! જ્યાં સુધી તે જીવ હંમેશા માપપૂર્વક યાવત્‌ પરિણમે છે, ત્યાં સુધી તે જીવની અંતે અંતક્રિયા થાય? ના, તેમ નથી. એમ કેમ કહ્યું? મંડિતપુત્ર! જ્યાં સુધી તે જીવ સદા સમિત ન કંપે યાવત્‌ ન પરિણમે, ત્યાં સુધી તે જીવ આરંભ-સંરંભ-સમારંભ ન કરે, આરંભ-સંરંભ-સમારંભમાં ન વર્તે, આરંભ-સંરંભ-સમારંભ ન કરતો, આરંભાદિમાં ન વર્તતો ઘણાં પ્રાણાદિને દુઃખ યાવત્‌ પરિતાપ ન આપીને રહે છે.
જેમ કોઈ પુરુષ સૂકા ઘાસના પૂળાને અગ્નિમાં નાંખે કે તુરંત બળી જાય. એ બરાબર છે?, હા બરાબર છે. જેમ કોઈ પુરુષ જલબિંદુને તપેલા લોઢાના કડાયા ઉપર નાંખે, તો હે મંડિતપુત્ર! તેનો તુરંત નાશ થાય? હા, થાય. જેમ કોઈ દ્રહ હોય તે પાણીથી ભરેલો, છલોછલ ભરેલો, છલકાતો, વૃદ્ધિ પામતો હોય, ભરેલા ઘડા માફક બધે સ્થાને પાણીથી વ્યાપ્ત હોય, તેમાં કોઈ પુરુષ સેંકડો નાના કાણાવાળી અને સેંકડો મોટા કાણાવાળી નાવને પ્રવેશાવે, તો હે મંડિતપુત્ર! તે નાવ પાણીથી ભરાતા પૂર્ણ, પૂર્ણ પ્રમાણ યાવત્‌ ભરેલા ઘડા જેવી થઈ જાય? હા, થાય. કોઈ પુરુષ તે નાવનાં બધાં કાણાં પૂરી દે, નૌકાનું પાણી ઉલેચાવી નાંખે, તો બધું પાણી ઉલેચાયા બાદ તે નાવ શીઘ્ર જ ઉપર આવે? હા, આવે
હે મંડિતપુત્ર! એ રીતે આત્મામાં સંવૃત્ત થયેલ ઈર્યાસમિત યાવત્‌ ગુપ્ત બ્રહ્મચારી, સાવધાનીથી ચાલતા-ઉભતા-બેસતા-સુતા, સાવધાનીથી વસ્ત્ર-પાત્ર-કંબલ-પાદપ્રોંછન લેતા-મૂકતા અણગારને યાવત્‌ આંખ પટપટાવતા પણ વિમાત્રાપૂર્વક સૂક્ષ્મ ઈર્યાપથિકી ક્રિયા થાય છે અને પ્રથમ સમયે બદ્ધ સ્પૃષ્ટ, બીજા સમયે વેદાયેલી, ત્રીજા સમયે નિર્જરા પામેલી તે ક્રિયા ભવિષ્યકાળે અકર્મ થાય છે. તેથી મંડિતપુત્ર! એમ કહ્યું કે - યાવત્‌ - X - તે જીવને અંતક્રિયા થાય છે.

Linked texts (1)