Viyahapannatti 277
Viyāhapannatti: ṭīkānusārī vivecana 277
- Language
- Gujarati
277
વિવેચન :–૧૮૧
જો કે અહીં સામાન્યથી જીવનું ગ્રહણ કર્યુ છે, તો પણ યોગવાળો જીવ જ લેવો. કેમ કે યોગરહિત જીવને એજનાદિ ક્રિયા ન હોય. - X - એયઈ આદિ - કંપે છે, વિશેષ કંપે છે, એક સ્થાનેથી બીજે સ્થાને જાય છે, કિંચિત્ ચાલે છે, બીજા મતે અન્ય અવકાશે જઈને વળી ત્યાં જ આવે છે, સર્વે દિશાઓમાં ચાલે છે અથવા બીજા પદાર્થનો સ્પર્શ કરે છે, ક્ષોભ પામે છે અથવા પૃથ્વીમાં પ્રવેશે છે કે બીવે છે, પ્રબળતાથી પ્રેરે છે અથવા બીજા પદાર્થનું પ્રતિપાદન કરે છે. શેષ ક્રિયા ભેદના સંગ્રહ માટે કહે છે – ઉત્ક્ષેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણાદિ પર્યાયોને પામે છે. -X- X-
અંત મરણાંત, અંતકિરિય - સકલ કર્મના નાશરૂપ ક્રિયા.. આરંભ - પૃથ્વી આદિને ઉપદ્રવ કરે છે, સંરંભ - તેના નાશનો સંકલ્પ કરે છે સમારંભ - તે જીવોને પરિતાપે છે - X - ક્રિયા અને ક્રિયા કરનાર એ બંને જુદા નથી. એ વાત જણાવવાને આ સૂત્ર સમાનાધિકરણપૂર્વક કહ્યું છે. વળી તે બંનેમાં કિંચિત્ ભેદ પણ છે, એ વાત જણાવવા વ્યધિકરણપૂર્વક કહ્યું છે. અધિકરણરૂપ જીવ આરંભ-સંરંભ-સમારંભમાં વર્તે છે. આરંભાદિ કરતો એ વાક્યથી ક્રિયા અને ક્રિયા કરનારને અભેદ સૂચવ્યા છે. આરંભમાં વર્તતો આદિ વાક્યથી તેમાં ભેદ સૂચવેલ છે. આ બીજો ઉલ્લેખ પહેલાના અનુવાદરૂપે છે, તેને પહેલાના ઉલ્લેખના સમર્થન માટે જણાવેલ છે. - X -
મરણરૂપ દુઃખ પમાડ્યુ અથવા ઈષ્ટ વિયોગાદિ દુઃખનો હેતુ પમાડવા તેમાં વર્તે છે. એ રીતે દીનતા પમાડવી, શોકવૃદ્ધિથી શરીરને જીર્ણતા પમાડવી, શોકને વધારી રોવડાવવા, પીટાવવા અને પછી શરીરને સંતાપ દેવામાં વર્તે છે. ક્યાંક ‘દુઃખ આપવામાં’ એવો પાઠ છે. - X - X-
કહેલ વાતથી વિપરીત વાતને કહે છે – શૈલેશીકરણ વખતે યોગના નિરોધથી કંપતો નથી, એજનાદિ રહિત હોવાથી આરંભાદિમાં વર્તતો નથી. તેમજ પ્રાણ આદિને દુઃખાદિનું કારણ થતો નથી. તેથી યોગનિરોધ નામના શુક્લધ્યાન વડે અક્રિય આત્માની સકલકર્મ ધ્વંસરૂપ અંતક્રિયા થાય છે. તે સંબંધે બે દૃષ્ટાંતો દર્શાવેલ છે - X –
એ જ રીતે શુક્લ ધ્યાનના ચોથા ભેદરૂપ અગ્નિ વડે કર્મોનું દહન થાય છે. ક્રિયારહિત મનુષ્યને જ અંતક્રિયા થાય છે, તે માટે નાવનું દૃષ્ટાંત આપેલ છે - X - તેમાં આત્મામાં આત્મા વડે સંવૃત્ત-પ્રતિસંલીન. - X - આઉત્ત - ઉપયોગ પૂર્વક. ગમનાદિ સ્થૂળ ક્રિયામાં જ ઉપયોગ નહીં, પણ આંખની ઉન્મેષ અને નિમેષ ક્રિયામાં પણ ઉપયોગ રહે છે. વિમાત્રા એટલે અંતર્મુહૂર્ત્તથી દેશોન પૂર્વકોટિ પર્યંતની ક્રિયા. કેમ કે કાળ વિચિત્ર છે. - X –
ક્યાંક સપેહાએ પાઠ છે. એટલે સ્વેચ્છાએ ચક્ષુની પાંપણનું ઢળવું થાય છે, તે પરકૃત નથી. સુહુમ - સૂક્ષ્મ બંધાદિ કાળવાળી. એર્યાપથિકી - જવાના માર્ગમાં થયેલી જે ક્રિયા - કેવળશરીરહેતુક ક્રિયા, તેથી સાતા વેદનીયકર્મ થાય છે. ઉપશાંત મોહ, ક્ષીણમોહ, સયોગિકેવલી એ ત્રણ ગુણસ્થાનકે વર્તતા વીતરાગ પણ સક્રિય હોવાથી સાતા વેદનીય કર્મ બાંધે.
તે ઈર્યાપથિકી ક્રિયા પ્રથમ સમયે કર્મપણે ઉત્પન્ન કરી માટે બાંધી-જીવ પ્રદેશ સાથે તેનું સ્પર્શન થયું, બીજા સમયે વેદન થયું - અનુભવી, ત્રીજા સમયે અનુભવાઈ રહી, માટે જીવના પ્રદેશોથી છુટી પડી ગઈ. આ જ વાત વાક્યાંતરથી કહે છે - પ્રથમ સમયે બંધાઈ અને સ્પર્શાઈ, બીજા સમયે વેદી-અનુભવાઈ, એક કાળે ઉદીરણા અને ઉદય સંભવતો નથી. તેથી ઉદીરિત શબ્દ અહીં વેદિત અર્થમાં યોજ્યો છે. ત્રીજે તો નિર્જરી તેથી ભાવિકાળમાં તે અકર્મ પણ થઈ જાય છે. જો કે અહીં ત્રીજે સમયે જ કર્મ અકર્મ થઈ જાય છે. તો પણ તે જ વખતે ભાવકર્મની રહિતતા હોવાથી અને દ્રવ્યકર્મની હાજરી હોવાથી, ત્રીજે સમયે કર્મ નિર્જીર્ણ થયું એમ વ્યવહાર છે - X –
અત્તત્તાસંવુડ૦ સૂત્રથી સૂચવે છે - આશ્રવવાળો સંયત પણ કર્મનો બંધ કરે તો અસંયત જીવકર્મનો બંધ કરે તે સ્વાભાવિક છે. ક્રિયાવાન્ને કર્મનો બંધ કહેવાથી ક્રિયારહિતને કર્મનો બંધ નથી હોતો એમ સૂચવાય છે. હવે પ્રમાદ-અપ્રમાદ વિશે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit