Viyahapannatti 293
Viyāhapannatti: ṭīkānusārī vivecana 293
- Language
- Gujarati
293
વિવેચન :–૧૮૯, ૧૯૦
અસિચર્મપાત્ર - ઢાલ અથવા અસિ - તલવાર, ચર્મપાત્ર - ઢાલ કે મ્યાન, તેને લઈને. - X - સંઘાદિના પ્રયોજનથી ગયેલો તે કૃત્યગત કહેવાય. તે આત્માએ અથવા અસિચર્મપાત્ર હાથમાં છે તે. અથવા અસિચર્મપાત્ર જે હાથમાં કરવું, તેને પામેલ. - X - વગ - વૃક, દીવિઅ - દીપડો, અચ્છ - રિંછ, તરચ્છ - વાઘ, પરાસર - શરભ. વાંચનાંતરમાં અહીં બીજા પણ શીયાળાદિ નામો છે.
અભિયોગ-વિદ્યાદિ સામર્થ્યથી, તે રૂપમાં પ્રવેશી, ક્રિયા કરવી. આ ક્રિયા, વિદ્યાદિ બળથી ગ્રહણ કરેલા બહારના પુદ્ગલો વિના થઈ ન શકે. - X - એ અણગાર જ છે, કેમ કે તત્ત્વથી તો અશ્વાદિ રૂપ કરનારમાં પ્રવૃત્તિ સાધુ જ કરે છે... કષાયવાળો આ અભિયોગ કરે છે.- X -વિક્રિયા રૂપત્વથી અભિયોગ પણ વિકુર્વણા કહેવાય છે.
આભિયોગિક દેવો અચ્યુત દેવલોક સુધી હોય છે. માટે કોઈ એક જાતના એ પ્રમાણે કહ્યું. વિદ્યાદિ લબ્ધિથી ઉપજીવન કરનાર સાધુ અભિયોગની ભાવનાને કરે છે. તે આભિયોગિક દેવોમાં ઉત્પન્ન થાય. કહ્યું છે – જેઓ માત્ર વૈષયિક સુખ, રસઋદ્ધિ હેતુ મંત્ર સાધના અને ભૂતિકર્મને પ્રયોગે છે, તેઓ આભિયોગિક ભાવનાને કરે છે. - X –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit