Pramāṇa · Search · About · API

Viyahapannatti 292

Viyāhapannatti: ṭīkānusārī vivecana 292

Language
Gujarati

292

‘ભગવતી’ સૂત્ર-૧૮૯, ૧૯૦ :– [૩/૫/૧૮૯, ૧૯૦]
[૧૮૯] ભગવન્‌! ભાવિતાત્મા અણગાર, બાહ્ય પુદ્ગલો લીધા સિવાય એક મોટા સ્ત્રીરૂપને યાવત્‌ સ્યંદમાનિકારૂપને વિકુર્વવા સમર્થ છે? આ અર્થ સમર્થ નથી...
ભગવન્‌! ભાવિતાત્મા અણગાર બાહ્ય પુદ્ગલો લઈને એક મહાસ્ત્રીરૂપ યાવત્‌ સ્યંદમાનિકા રૂપને વિકુર્વવા સમર્થ છે? હા, ગૌતમ! સમર્થ છે.
ભગવન્‌! ભાવિતાત્મા અણગાર કેટલાં સ્ત્રીરૂપો વિકુર્વવા સમર્થ છે? ગૌતમ! જેમ કોઈ યુવાન, યુવતીનાં હાથને, હાથ વડે દૃઢ પકડે અથવા જેમ પૈડાની ધરી આરાઓથી વ્યાપ્ત હોય, તેમ ભાવિતાત્મા અણગાર પણ વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત થઈ યાવત્‌ હે ગૌતમ! ભાવિતાત્મા અણગાર આખા જંબૂદ્વીપને ઘણાં સ્ત્રીરૂપો વડે આકીર્ણ, વ્યતીકીર્ણ યાવત્‌ કરી શકે. હે ગૌતમ! આ તેમની શક્તિ-વિષય માત્ર છે, સંપ્રાપ્તિથી એવી વિકુર્વણા કરી નથી - કરતા નથી - કરશે નહીં. આ જ ક્રમે યાવત્‌ સ્યંદમાનિકારૂપ સુધી જાણવું.
ભગવન્‌! જેમ કોઈ પુરુષ તલવાર અને ઢાલ લઈને ગતિ કરે, એ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ તલવાર, ઢાલવાળા પેઠે ઊંચે આકાશમાં ઉડે? હા, ઉડે... ભગવન્‌! ભાવિતાત્મા અણગાર, તલવાર અને ઢાલ વડે કેટલા રૂપો વિકુર્વી શકે? ગૌતમ! જેમ કોઈ યુવાન યુવતીના હાથને હાથ વડે દૃઢ પકડી આદિ પૂર્વવત્‌ જાણવું.
ભગવન્‌! જેમ કોઈ પુરુષ એક પતાકા કરીને ગતિ કરે, તેમ ભાવિતાત્મા અણગાર હાથમાં એક પતાકા કરી ઊંચે આકાશમાં ઉડે? હા, ગૌતમ! ઉડે... ભગવન્‌! ભાવિતાત્મા અણગાર હાથમાં એક પતાકા લઈ કેટલા રૂપો વિકુર્વી શકે? પૂર્વવત્‌ યાવત્‌ વિકુર્વશે નહીં. એ રીતે બે પતાકામાં પણ જાણવું...
ભગવન્‌! જેમ કોઈ પુરુષ એક તરફ જનોઈ કરીને ગતિ કરે, એ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ - X - આકાશમાં ઉડે? હા, ઉડે. .... ભગવન્‌! ભાવિતાત્મા અણગાર એ રીતે કેટલાં રૂપો વિકુર્વી શકે? હે ગૌતમ! પૂર્વવત્‌. પણ યાવત્‌ વિકુર્વણા કરશે નહીં. એ પ્રમાણે બે તરફ જનોઈવાળા પુરુષની જેવાં રૂપો સંબંધે સમજવું.
ભગવન્‌! જેમ કોઈ પુરુષ એક તરફ પલાઠી કરીને બેસે, એ પ્રમાણે ભાવિતાત્મા અણગાર કરી શકે? પૂર્વવત્‌ જાણવું. એ રીતે બંને તરફ પલાઠીમાં પણ સમજવું... એ પ્રમાણે બંને પલ્યંકાસન જાણવા.
ભગવન્‌! ભાવિતાત્મા અણગાર બાહ્ય પુદ્ગલો ગ્રહણ કર્યા વિના એક મોટા ઘોડા-હાથી-સીંહ-વાઘ-નાર-દીપડો-રિંછ-નાનો વાઘ - કે - શરભના રૂપને અભિયોજવા સમર્થ છે? ના, તેમ નથી. પણ એ પ્રમાણે બાહ્ય પુદ્ગલ ગ્રહણ કરીને કરવા સમર્થ છે.
ભગવન્‌! ભાવિતાત્મા૦ એક મહા અશ્વરૂપ અભિયોજી અનેક જોજન જવા સમર્થ છે? હા, છે. ભગવન્‌! તે આત્મઋદ્ધિએ જાય કે પરઋદ્ધિથી? ગૌતમ! આત્મઋદ્ધિથી જાય, પરઋદ્ધિથી નહીં. એ પ્રમાણે આત્મકર્મથી, પરકર્મથી નહીં. આત્મપ્રયોગથી, પરપ્રયોગથી નહીં. તે સીધો પણ જઈ શકે છે અને વિપરીત પણ જઈ શકે છે. ભગવન્‌! તે અણગાર અશ્વ કહેવાય? ના, તે અશ્વ નહીં અણગાર છે. એ પ્રમાણે યાવત્‌ પરાસરના રૂપ સુધી જાણવું.
ભગવન્‌! શું તે વિકુર્વણા માયી કરે કે અમાયી? ગૌતમ! માયી વિકુર્વણા કરે, અમાયી નહીં...
ભગવન્‌! માયી, તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના ક્યાં ઉપજે? ગૌતમ! કોઈ એક જાતના આભિયોગિક દેવલોકમાં દેવપણે ઉપજે... અમાયી તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ કરી કાળ કરે તો ક્યાં ઉપજે? ગૌતમ! કોઈ એક અનાભિયોગિક દેવલોકમાં દેવપણે ઉપજે. ભગવન્‌! તે એમજ છે.
[૧૯૦] સ્ત્રી, તલવાર, પતાકા, જનોઈ, પલોંઠી, પર્યંકાસન, આભિયોગિક વિકુર્વણા, માયી - (સંબંધી હકીકત કહી.)

Linked texts (1)