Pramāṇa · Search · About · API

Viyahapannatti 296

Viyāhapannatti: ṭīkānusārī vivecana 296

Language
Gujarati

296

વિવેચન :–૧૯૧, ૧૯૨
ગૃહવાસના ત્યાગથી-અણગાર, સ્વસિદ્ધાંતાનુસારી પ્રશમાદિથી-ભાવિતાત્મા. માયી - ઉપલક્ષણથી કષાયવાળો. - X - મિથ્યાદૃષ્ટિ એટલે અન્યતીર્થિક. કાર્યમાં પ્રવૃત્ત વીર્ય આદિ લબ્ધિ વડે, વારાણસી નગરીએ વિકુર્વીને, રાજગૃહનગરમાં પશુ, પ્રાસાદ, પુરુષાદિ વિભંગજ્ઞાનલબ્ધિ વડે જાણે અને જુએ.
તથાભાવ - જેવી વસ્તુ, તેવા ભાવવાળું જ્ઞાન અથવા જેવું જણાય, તેવું જ અનુભવે તે તથાભાવ, તેનાથી ઉલટું તે અન્યથાભાવ, તે વિકુર્વણા કરનાર માને છે કે મેં રાજગૃહનગરની વિકુર્વણા કરી છે અને હું વારાણસીના રૂપોને જાણું છું - જોઉં છું, તે અણગારનું આ દર્શન ઉલટું છે કેમ કે તે બીજારૂપોને બીજી રીતે કલ્પે છે. જેમ દિગ્મૂઢ મનુષ્ય પૂર્વ દિશાને પશ્ચિમ દિશા માને છે. ક્યાંક આ પાઠ બીજી રીતે પણ છે - X - X - એ પ્રમાણે બીજું સૂત્ર પણ જાણવું. ત્રીજા સૂત્રમાં વારાણસી અને રાજગૃહ નગરીના માર્ગમાં દેશસમૂહ વિકુર્વેલ છે. તે જ રૂપે તે વિભંગ જ્ઞાનથી જાણે છે - જુએ છે. માત્ર તે તથાભાવે નથી, કેમ કે તે વૈક્રિયરૂપોને સ્વાભાવિક રૂપો માને છે. જસે - યશનો હેતુ હોવાથી યશ. નગરરૂવં - અહીં યાવત્‌ શબ્દથી નિગમ-રાજધાની-ખેડ-કબ્બડ-મડંબ-દ્રોણમુખ-પટ્ટણ-આકર-આશ્રમ-સંબાહના રૂપો કહેવા...વિકુર્વણા અધિકાર અને તેના સામર્થ્યથી વિશેષ પ્રરૂપણા કરે છે.

Linked texts (1)