Viyahapannatti 300
Viyāhapannatti: ṭīkānusārī vivecana 300
- Language
- Gujarati
300
‘ભગવતી’ સૂત્ર-૧૯૪ :– [૩/૭/૧૯૪]
રાજગૃહનગરમાં યાવત્ પર્યુપાસના કરતા આ રીતે કહ્યું – ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્રને કેટલાં લોકપાલ છે? ગૌતમ! ચાર, તે આ - સોમ, યમ, વરુણ, વૈશ્રમણ.
એ ચાર લોકપાલને કેટલા વિમાનો છે? ગૌતમ! ચાર, તે આ - સંધ્યાપ્રભ, વરશિષ્ટ, સ્વયંજલ, વલ્ગુ.
ભગવન્! શક્રેન્દ્રના સોમલોકપાલનું સંધ્યાપ્રભ નામક મહાવિમાન ક્યાં છે? ગૌતમ! જંબૂદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી ઊંચે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારારૂપોથી ઘણાં યોજન ઊંચે યાવત્ પાંચ અવતંસકો છે. તે આ–અશોકાવતંસક, સપ્તપર્ણાવતંસક, ચંપકાવ-તંસક, ચૂતાવતંસક, મધ્યે સૌધર્માવતંસક. તે સૌધર્માવતંસક મહાવિમાનની પૂર્વે સૌધર્મકલ્પ છે. તેમાં અસંખ્ય યોજન દૂર ગયા પછી શક્રેન્દ્રના સોમ લોકપાલનું સંધ્યાપ્રભ નામે મહાવિમાન કહ્યું છે.
આ વિમાનની લંબાઈ-પહોળાઈ ૧૨ll લાખ યોજન છે, તેનો ઘેરાવો સાધિક-૩૯,૫૨,૮૪૮ યોજન છે. અહીં સૂર્યાભદેવની વિમાન વક્તવ્યતા માફક બધું કહેવું યાવત્ અભિષેક. વિશેષ–સૂર્યાભને બદલે સોમદેવ કહેવો
સંધ્યાપ્રભ મહાવિમાનની નીચે સમક્ષ-સપ્રતિદિશ અસંખ્ય હજાર યોજન અવગાહ્યા પછી શક્રના સોમ લોકપાલની સોમા નામે રાજધાની છે. તે લંબાઈ-પહોળાઈથી એક લાખ યોજન એટલે જંબૂદ્વીપ જેટલી છે. કિલ્લા આદિનું પ્રમાણ વૈમાનિકોના કિલ્લા આદિના પ્રમાણથી અડધું કહેવું યાવત્ પીઠબંધ સુધી કહેવું. પીઠબંધની લંબાઈ-પહોળાઈ ૧૬,૦૦૦ યોજન, ઘેરાવો ૫૦,૫૯૭ યોજનથી કંઈક અધિક છે. પ્રાસાદોની ચાર પરિપાટી કહેવી, બીજી નથી.
શક્રેન્દ્રના સોમ લોકપાલની આજ્ઞા-ઉપપાત-વચન-નિર્દેશમાં આ દેવો રહે છે – સોમકાયિકો, સોમદેવકાયિકો, વિદ્યુત્કુમાર, વિદ્યુત કુમારી, અગ્નિકુમાર, અગ્નિકુમારી, વાયુકુમાર, વાયુકુમારી, ચંદ્રો, સૂર્યો, ગ્રહો, નક્ષત્રો, તારાઓ. તેવા પ્રકારના બીજા પણ બધા દેવો તેમની ભક્તિમાં-પક્ષમાં-તાબામાં રહે છે. આ બધાં દેવો શક્રેન્દ્રના સોમ લોકપાલની આજ્ઞા યાવત્ નિર્દેશમાં રહે છે.
જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે જે આ ઉત્પન્ન થાય છે – ગ્રહદંડો, ગ્રહમુસલો, ગ્રહગર્જિતો, એ પ્રમાણે ગ્રહયુદ્ધો, ગ્રહ શૃંગાટકો, ગ્રહાપસવ્યો, અભ્રો, અભ્રવૃક્ષો, સંધ્યા, ગાંધર્વનગરો, ઉલ્કાપાતો, દિગ્દાહો, ગર્જારવો, વિજળી, ધૂળવૃષ્ટિ, યૂપો, યક્ષાલિપ્તો, ધૂમિકા, મહિકા, રજોદ્ઘાત, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ચંદ્રપરિવેષો, સૂર્યપરિવેષો, પ્રતિચંદ્રો, પ્રતિસૂર્યો, ઈન્દ્રધનુષ્, ઉદકમત્સ્ય, કપિહસિત, અમોઘ, પૂર્વવાયુ, પશ્ચિમવાયુ યાવત્ સંવર્તક વાયુ, ગ્રામ દાહો યાવત્ સંનિવેશદાહો, પ્રાણ-જન-ધન-કુલક્ષયો, વ્યસનભૂત અનાર્ય તથા તેવા પ્રકારના બીજા, તે બધાં શક્રેન્દ્રના સોમલોકપાલથી અજ્ઞાત,અદૃષ્ટ,અશ્રુત,અમુય,અવિજ્ઞાત નથી અથવા તે બધાં સોમકાયિક દેવોથી અજાણ્યા નથી.
શક્રેન્દ્રના સોમ લોકપાલને આ દેવો અપત્યરૂપ અભિમત છે – અંગારક, વિકાલક, લોહિતાક્ષ, શનૈશ્ચર, ચંદ્ર, સૂર્ય, શુક્ર, બુધ, ગુરુ, રાહુ... શક્રેન્દ્રના સોમ લોકપાલની ત્રિભાગસહ પલ્યોપમની સ્થિતિ છે. તેના અપત્યરૂપ અભિમત દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે. સોમ લોકપાલ આવી મહાઋદ્ધિવાળો છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit