Pramāṇa · Search · About · API

Viyahapannatti 301

Viyāhapannatti: ṭīkānusārī vivecana 301

Language
Gujarati

301

વિવેચન :–૧૯૪
ઘણાં યોજનો પછી યાવત્‌ શબ્દથી આ પ્રમાણે જાણવું – ઘણાં સેંકડો યોજન, ઘણાં હજારો યોજન, ઘણાં લાખો યોજન, ઘણાં ક્રોડ યોજન, ઘણાં કોટાકોટિ યોજન સુધી ઊંચે દૂર ગયા પછી સૌધર્મ કલ્પ છે, તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, અર્ધચંદ્ર સંસ્થાન સંસ્થિત, સૂર્યની કાંતિના સમૂહ જેવા વર્ણવાળો, અસંખ્ય યોજન કોડાકોડી લંબાઈ-પહોળાઈવાળો, અસંખ્ય કોડાકોડી યોજન પરિધિથી છે. તેમાં ૩૨-લાખ વિમાનાવાસો કહ્યા છે, તે બધાં રત્નમય, નિર્મળ યાવત્‌ પ્રતિરૂપ છે. તે સૌધર્મકલ્પના બહુમધ્ય દેશભાગે જઈને-સૂર્યાભ વિમાનની વક્તવ્યતા છે, તે મુજબ અહીં કહેવી.
કેટલી કહેવી? નવા ઉત્પન્ન સોમ લોકપાલના રાજ્યાભિષેક સુધી કહેવી. અહીં કહી નથી.
- X - વૈમાનિકોના સૌધર્મ વિમાનમાં રહેલ મહેલ, કિલ્લા, દ્વારાદિના માપ કરતા સોમલોકપાલની નગરીમાં અર્ધુ માપ કહેવું. અહીં સુધર્માસભાદિ સ્થાનો નથી. કેમ કે તે સ્થાનો સોમના ઉત્પત્તિ સ્થાને હોય છે.. સોમના પરિવારભૂત દેવો તે સોમકાયિક. સોમ લોકપાલના સામાનિક દેવો અને તેના પરિવારરૂપ તે સોમદેવકાયિક. - X - સોમનું ભક્તિ-બહુમાન કરનારા તે તદ્ભક્તિકદેવો. સોમને પ્રયોજનમાં સહાયક તે તત્પાક્ષિક. સોમની ભાર્યાની માફક અત્યંત વશ અથવા સોમ તેનું પોષણ કરે છે માટે તદ્ભાર્યાદેવો - X -
ગહદંડ - મંગલાદિ ત્રણ, ચાર ગ્રહોની જે તિર્છી દંડ જેવી શ્રેણી તે. ગ્રહમુસલ - ગ્રહોની ઉર્ધ્વ શ્રેણિ. ગ્રહગર્જિત - ગ્રહોનો અવાજ, ગ્રહ યુદ્ધ - એક દક્ષિણ અને ઉક ઉત્તરમાં એક નક્ષત્રમાં બે ગ્રહોનું રહેવું. ગ્રહ શૃંગાટક - શીંગોડા આકારે ગ્રહોનું રહેવું. ગ્રહાપસવ્ય - ગ્રહોની વાંકી ચાલ. - X –
ગંધર્વનગર - આકાશમાં વ્યંતરે કરેલ નગરાકાર આકૃતિ. ઉલ્કાપાત - રેખા અને પ્રકાશવાળું તારાની પેઠે જે ખરવું. દિગ્દાહ - મોટા નગરના ઉજાસની જેમ કોઈ એક દિશામાં નીચે અંધકાર, ઉપર પ્રકાશ. યૂપક - શુક્લપક્ષે એકમ આદિ ત્રણ દિવસ, જે વડે સંધ્યાના છેડા ઢંકાય. યક્ષાદ્દીપ્ત - આકાશમાં વ્યંતરકૃત્‌ ભડકા.
ધૂમિકા - ધૂમ્રવર્ણી, મહિકા - આપાંડુર, રજોદ્ઘાત - દિશાનું રજસ્વલત્વ. પડિચંદ -બીજા ચંદ્રો. ઉદગ-મચ્છ - ઈન્દ્રધનુષ્‌ના ખંડો, કપિહસિત - વિજળીનો ઝબકારો, અમોહ - સૂર્ય ઉદય-અસ્ત સમયે સૂર્યના કિરણના વિકારજન્ય લાલ કે કાળા ઊંચા કરેલા ગાડાના આકારના લિંસોટા, પૂર્વાદિ વાયુ પ્રતીત છે. - X - X - [વાયુના નામોની નોંધ મૂળ વૃત્તિ મુજબ જાણવી.]
હમણાં કહેલ ગ્રહ દંડાદિના પ્રાયિક ફળને દર્શાવતા કહે છે – બળના ક્ષય, લોકમરણ... તેના ફળરૂપે પ્રાણક્ષયાદિ જ છે એટલું જ નહીં, પણ જે બીજા પણ પ્રાણક્ષયાદિ સમાન છે, અપત્તિરૂપ અને પાપરૂપ છે, તે બધાં ઉપદ્રવો તેના ફળરૂપે છે. તે બધાં ઉપદ્રવો સોમ લોકપાલથી અજાણ્યા નથી. અજ્ઞાતાદિ પદો-અનુમાનથી અજાણ્યા, પ્રત્યક્ષાપેક્ષાએ નહીં જોયેલ, બીજાથી અણસાંભળેલ, મનની અપેક્ષાએ યાદ ન કરેલ, અવધિ અપેક્ષાએ અવિજ્ઞાત. અહાવચ્ચ - પુત્ર સ્થાનીય દેવો, અભિન્નાય - અભિમત વસ્તુ કરનાર હોવાથી. - X - X - અંગારકાદિ દેવો પુત્ર જેવા છે. - X - X -

Linked texts (1)