Pramāṇa · Search · About · API

Viyahapannatti 309

Viyāhapannatti: ṭīkānusārī vivecana 309

Language
Gujarati

309

વિવેચન :–૨૦૧ થી ૨૦૪
આઠમો ઉદ્દેશો દેવવક્તવ્યતા સંબંધી છે. સુગમ છે. વિશેષ આ – દક્ષિણ ભવનપતીન્દ્રોના પુરા નામ આ પ્રમાણે છે – સોમ, મહાકાલ, ચિત્ત, પ્રભ, તેજ, રૂઅ, જલ, તુરિયગતિ, ત્વરિતગતિ, કાલ અને આયુક્ત. બીજી વાચનામાં પણ આ નામો છે - X - બીજી પ્રતમાં આમ પણ કહ્યું છે – દક્ષિણના લોકપાલોના પ્રત્યેક સૂત્રમાં જે ત્રીજા અને ચોથા છે, તે ઉત્તરના લોકપાલોમાં ચોથા અને ત્રીજા કહેવા.
સૌધર્મ અને ઈશાનની વક્તવ્યતામાં કહેલ છે તેમ બધાં કલ્પોમાં ઈન્દ્રનિવાસભૂત કહેવા. સનત્કુમારાદિ ઈન્દ્ર યુગલો વિશે પૂર્વના ઈન્દ્રની અપેક્ષાએ ઉત્તરના ઈન્દ્ર સંબંધી લોકપાલોમાં ત્રીજો અને ચોથો ઉલટી રીતે કહેવો. દરેકમાં આ સોમ આદિ જ કહેવા. પણ ભવનપતિના ઈન્દ્રો માફક બીજા-બીજા ન કહેવા. શક્રાદિ દશ ઈન્દ્રો છે.

Linked texts (1)