Viyahapannatti 308
Viyāhapannatti: ṭīkānusārī vivecana 308
- Language
- Gujarati
308
‘ભગવતી’ સૂત્ર-૨૦૧ થી ૨૦૪ :– [૩/૮/૨૦૧ થી ૨૦૪]
[૨૦૧] રાજગૃહ નગરમાં યાવત્ પર્યુપાસના કરતાં આમ કહ્યું કે – ભગવન્! અસુરકુમાર દેવો ઉપર કેટલા દેવો આધિપત્ય કરતા યાવત્ વિચરે છે? ગૌતમ! દશ દેવો યાવત્ આધિપત્ય કરતાં વિચરે છે. તે આ – અસુરેન્દ્ર અસુરરાજ ચમર, સોમ, યમ, વરુણ, વૈશ્રમણ, વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિ, સોમ, યમ, વરુણ, વૈશ્રમણ.
નાગકુમાર વિશે પ્રશ્ન – ગૌતમ! દશ દેવો તેમનું આધિપત્ય કરતાં યાવત્ વિચરે છે. તે આ - નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજા ધરણ, કાલવાલ, કોલવાલ, શૈલવાલ, શંખવાલ, નાગકુમારેન્દ્ર નાગકુમાર રાજા ભૂતાનંદ, કાલવાલ, કોલવાલ, શંખવાલ, શેલવાલ.
જેમ નાગકુમારેન્દ્ર સંબંધે આ વક્તવ્યતાથી જણાવ્યુ તેમ આ દેવો સંબંધે પણ જાણવું –
સુવર્ણકુમારના અધિપતિઓ – વેણુદાલી, ચિત્ર, વિચિત્ર, ચિત્રપક્ષ, વિચિત્રપક્ષ છે.
વિદ્યુત્કુમારના અધિપતિઓ – હરિકાંત, હરિસ્સહ, પ્રભ, સુપ્રભ, પ્રભકાંત, સુપ્રભકાંત.
અગ્નિકુમારના અધિપતિઓ – અગ્નિસીંહ, અગ્નિમાનવ, તેજ, તેજસીંહ, તેજકાંત, તેજપ્રભ.
દ્વીપકુમારના અધિપતિઓ - પૂર્ણ, વિશિષ્ટ, રૂપ, સુરૂપ, રૂપકાંત, રૂરપ્રભ.
ઉદધિકુમારના અધિપતિઓ - જલકાંત, જલપ્રભ, જલરૂપ, જલકાંત, જલપ્રભ.
દિશાકુમાર અધિપતિઓ–અમિતગતિ, અમિતવાહન, ત્વરિતગતિ, ક્ષિપ્રગતિ, સીંહગતિ, સીંહવિક્રમગતિ
વાયુકુમારના અધિપતિઓ – વેલંબ, પ્રભંજન, કાલ, મહાકાલ, અંજન, રિષ્ટ
સ્તનિત કુમારના અધિપતિઓ – ઘોષ, મહાઘોષ, આવર્ત્ત, વ્યાવર્ત્ત, નંદિકાવર્ત્ત, મહાનંદિકાવર્ત્ત.
- એ પ્રમાણે અસુરકુમાર માફક કહેવું.
દક્ષિણ ભવનપતિના ઈન્દ્રોના પ્રથમ લોકપાલોના નામો આદ્યાક્ષર પ્રમાણે આ છે – સો, કા, ચિ, પ, તે, રુ, જ, તુ, કા, આ. ..... પિશાચાકુમાર સંબંધી પ્રશ્ન - બે દેવો આધિપત્ય કરે છે.
[૨૦૨] કાલ અને મહાકાલ, સુરૂપ અને પ્રતિરૂપ, પૂર્ણભદ્ર અને માણિભદ્ર, ભીમ અને મહાભીમ.
[૨૦૩] કિંનર અને કિંપુરુષ, સત્પુરુષ અને મહાપુરુષ, અતિકાય અને મહાકાય, ગીતરતિ અને ગીતયશ
[૨૦૪] ઉક્ત બધાં દેવો વાણવ્યંતરોના ઈન્દ્રો છે...
જ્યોતિષ્ક દેવોનાં અધિપતિ બે દેવો વિચરે છે – ચંદ્ર અને સૂર્ય.
ભગવન્! સૌધર્મ અને ઈશાન કલ્પે આધિપત્ય કરતા યાવત્ કેટલા દેવો વિચરે છે?
ગૌતમ! દશ. તે આ - દેવેન્દ્ર દેવરાજ શક્ર, સોમ, યમ, વરુણ, વૈશ્રમણ, દેવેન્દ્ર દેવરાજ ઈશાન, સોમ, યમ, વરુણ, વૈશ્રમણ. આ વક્તવ્યતા બધાં કલ્પોમાં કહેવી. જેના જે ઈન્દ્ર છે, તે કહેવા. ભગવન્! તે એમ જ છે,
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit