Viyahapannatti 314
Viyāhapannatti: ṭīkānusārī vivecana 314
- Language
- Gujarati
314
વિવેચન :–૨૦૬
પૂર્વે ઈન્દ્રિયો કહી, દેવો ઈન્દ્રિયવાળા છે, માટે દેવવક્તવ્યતા સંબંધી દશમો ઉદ્દેશો કહે છે. તે સુગમ છે. વિશેષ આ - સમિતા - ઉત્તમપણું અને સ્થિર પ્રકૃત્તિતાથી સમતાવાળી, પોતાના ઉપરીએ કરેલ કોપ કે ઉતાવળ આદિ ભાવોને, માન્ય વચનવાળી હોવાથી શાંત કરનારી અથવા તોછડાઈ વિનાની, ઉદ્ધત નહીં તે. ચંડા - તેવા પ્રકારની મોટાઈ ન હોવાથી સાધારણ કોપાદિ ભાવવાળી. જાતા - મોટાઈવાળો સ્વભાવ ન હોવાથી કોપાદિ ભાવોને વગર પ્રયોજને દેખાડનારી.
આ ત્રણે પર્ષદા ક્રમથી અભ્યંતર, મધ્યમ, બાહ્ય કહેવાય છે. તેમાં અભ્યંતર સભા આ પ્રમાણે - પ્રયોજન ઉત્પન્ન થતાં અધિપતિ આદરપૂર્વક બોલાવે ત્યારે જ તે પાસે આવે છે અને પ્રયોજન પૂછે છે. - - મધ્યમા - અલ્પ ગૌરવવાળી હોવાથી બોલાવે કે ન બોલાવે તો પણ આવે છે, અભ્યંતર સભા સાથે થયેલ વાર્તાલાપને જણાવે છે. - બાહ્ય - અલ્પતમ ગૌરવવાળી હોવાથી બોલાવ્યા વિનાં પણ આવે છે. પૂર્વે થયેલ વાર્તાલાપને માત્ર વર્ણવે છે.
પ્રથમ સભામાં ૨૪,૦૦૦, બીજીમાં - ૨૮,૦૦૦, ત્રીજીમાં ૩૨,૦૦૦ દેવો હોય છે. પ્રથમ સભામાં - ૩૫૦, બીજીમાં-૩૦૦, ત્રીજામાં-૨૫૦ દેવી છે.
પ્રથમ સભાના દેવોનું આયુ ૨ll-પલ્યોપમ, બીજીનાનું ૨-પલ્યોપમ અને ત્રીજી સભાનાનું ૧ll પલ્યોપમ છે. પ્રથમ સભાની દેવીનું આયુ-૧ll પલ્યોપમ, બીજીનીનું ૧-પલ્યોપમ, ત્રીજીનીનું ૦ll-પલ્યોપમ છે.
એ પ્રમાણે બલિનું જાણવું. વિશેષ એ - દેવોની સંખ્યામાં ચાર-ચાર હજાર ઘટાડવા, દેવીની સંખ્યામાં ૧૦૦-૧૦૦ ઉમેરવી, આયુનું પ્રમાણ પૂર્વેથી વિશેષ કહેવું. એ પ્રમાણે અચ્યુત પર્યન્ત ત્રણ સભા હોય છે. નામાદિ ભેદ જીવાભિગમ સૂત્રથી જાણવા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit