Viyahapannatti 321
Viyāhapannatti: ṭīkānusārī vivecana 321
- Language
- Gujarati
321
વિવેચન :–૨૧૦
રાજધાની સંબંધે ચાર ઉદ્દેશા કહેવા. તે આ રીતે – ભગવન્! દેવેન્દ્ર દેવરાજ ઈશાનના સોમ લોકપાલની સોમા નામે રાજધાની ક્યાં છે? ગૌતમ! સુમન મહાવિમાનની નીચે ઈત્યાદિ પૂર્વે કહ્યા મુજબ અને જીવાભિગમમાં કહેલ વિજય રાજધાનીના વર્ણનાનુસાર એકૈક ઉદ્દેશો કહેવો. [શંકા] દ્વીપસાગરપ્રજ્ઞપ્તિમાં એમ સંભળાય છે કે – શક્ર અને ઈશાનના સોમ આદિ લોકપાલોની પ્રત્યેકની ચાર-ચાર રાજધાનીઓ ૧૧-માં કુંડલવર નામના દ્વીપમાં છે. સંગ્રહણીમાં પણ કહ્યું છે કે – કુંડલ પર્વતના અંદરના પડખામાં ઉત્તર અને દક્ષિણ પડખે ૧૬-૧૬ રાજધાની છે. ઉત્તર બાજુની ૧૬-ઈશાનેન્દ્રના લોકપાલોની છે, દક્ષિણની સોળ શક્રના લોકપાલોની છે.
આ રાજધાનીઓ સોમપ્રભ, યમપ્રભ, વૈશ્રમણપ્રભ અને વરુણપ્રભ નામના પર્વતોની પ્રત્યેકની ચાર દિશામાં છે. તેમાં વૈશ્રમણનગરીને આદિમાં રાખીને કહ્યું છે – ચાર રાજધાનીની વચ્ચે વૈશ્રમણપ્રભ નામે ઉત્તમ પર્વત છે. તેનો ઉદ્વેધ, ઉંચાઈ, વિસ્તાર રતિકર પર્વત સમાન છે. તે પર્વતની ચારે દિશામાં ચાર રાજધાનીઓ છે. તે લંબાઈ પહોળાઈમાં જંબૂદ્વીપ સમાન છે –
– પૂર્વમાં અચલભદ્રા, દક્ષિણમાં સમુત્કર્ષા, પશ્ચિમે કુબેરા, ઉત્તરે ધનપ્રભા રાજધાની છે. એ જ ક્રમથી વરુણપ્રભની પશ્ચિમે વરુણની ચાર રાજધાનીઓ છે. પૂર્વમાં વરુણા, દક્ષિણે વરુણપ્રભા, પશ્ચિમે કુમુદા, ઉત્તરે પુંડરકિણીકા. એ જ ક્રમે સોમની ચાર રાજધાની સોમપ્રભ પર્વતની ચારે દિશામાં છે. પૂર્વમાં સોમા, દક્ષિણે સોમપ્રભા, પશ્ચિમે શિવપ્રકારા, ઉત્તરે નલિના છે. એ જ ક્રમે યમની ચાર રાજધાની સમવર્તિપ્રભ પર્વતની ચારે દિશાએ છે. પૂર્વમાં વિશાલા, દક્ષિણે અતિવિશાળા, પશ્ચિમે શય્યાપ્રભા, ઉત્તરે અભયા છે. જ્યારે અહીં જણાવે છે–
– સૌધર્માવતંસક અને ઈશાનાવતંસકથી અસંખ્યેય કોટિ યોજન ગયા પછી પૂર્વાદિ પ્રત્યેક દિશામાં સંધ્યાપ્રભ આદિ અને સુમનપ્રભ આદિ વિમાનો છે, તેની નીચે અસંખ્ય ક્રોડ યોજન ગયા પછી, તે પ્રત્યેક વિમાનની નીચે એક એક નગરી કહી છે. તો તે વિરોધ કેમ?
[સમાધાન] કુંડલદ્વીપમાં કહી તે નગરીઓ જુદી છે અને અહીં જણાવી તે નગરીઓ જુદી છે. જેમ શક્ર અને ઈશાનની પટ્ટરાણીની નગરીઓ નંદીશ્વર દ્વીપે અને કુંડલદ્વીપે છે, તેમ અહીં પણ સમજવું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit