Viyahapannatti 334
Viyāhapannatti: ṭīkānusārī vivecana 334
- Language
- Gujarati
334
વિવેચન :–૨૧૮, ૨૧૯
વાસાણં - ચાર માસ પ્રમાણ વર્ષાકાળ સંબંધી, પહેલી ક્ષણ સાંપડે છે. અનંતર પુરક્ખડ - દક્ષિણાર્ધમાં વર્ષાના પહેલાપણાની અપેક્ષાએ આંતરારહિતનો, એવો અતીત સમય પણ હોય, માટે કહે છે – ભાવિમાં થનાર સમયે. - X - અનંતર પચ્છાકડ - પૂર્વ-પશ્ચિમ વિદેહમાં શરૂ થતી વર્ષાના પ્રથમ સમય અપેક્ષાએ, અનંતર એવો અતીત સમય, તે દક્ષિણ-ઉત્તરમાં વર્ષાકાળનો પ્રથમ સમય હોય.
આવલિકાનો આલાવો - જ્યારે જંબૂદ્વીપના દક્ષિણાર્ધે વર્ષાની પહેલી આવલિકા હોય, ત્યારે ઉત્તરાર્ધે પણ૦ ઈત્યાદિ. આ પ્રમાણે આનપ્રાણાદિ પદોમાં પણ આવો સૂત્રપાઠ સમજવો.
આવલિકાદિનો અર્થ - અસંખ્યાત સમયની એક આવલિકા, ઉચ્છ્વાસ-નિઃશ્વાસનો એક આનપ્રાણ, સાત પ્રાણનો એક સ્તોક, સાત સ્તોકે -લવ, ૭૭ લવે-મુહૂર્ત્ત, બે માસે-ઋતુ, હેમંત-શીયાળો, ગ્રીષ્મ-ઉનાળો, પહેલું અયન તે દક્ષિણાયન, કેમકે વર્ષનો પહેલો માસ શ્રાવણ છે. પાંચ સંવત્સરે-યુગ, ૮૪ લાખ વર્ષે-પૂર્વાંગ, પૂર્વાંગને ૮૪ લાખથી ગુણતાં એક પૂર્વ. એ રીતે ૮૪ લાખ વર્ષથી ગુણતાં-ગુણતાં ઉત્તરોત્તર સ્થાન આવે. છેવટે શીર્ષપ્રહેલિકામાં ૧૯૪ અંકો આવે. પદાર્થોને મૂળ સ્વભાવ થકી હીન કરે તે અવસર્પિણી, તેનો પ્રથમ ભાગ તે પ્રથમાવસર્પિણી. ભાવોને પ્રકર્ષવાળા કરે તે ઉત્સર્પિણી.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit