Viyahapannatti 34
Viyāhapannatti: ṭīkānusārī vivecana 34
- Language
- Gujarati
34
‘ભગવતી’ સૂત્ર-૨૨ :– [૧/૧/૨૨]
હે ભગવન્! જીવો શું આત્મારંભી છે, પરારંભી છે કે તદુભયારંભી છે કે અનારંભી છે? ગૌતમ! કેટલાક જીવો આત્મ પર અને ઉભયારંભી છે, પણ અનારંભી નથી. કેટલાંક જીવો આત્મ-પર કે ઉભયારંભી નથી, પણ અનારંભી છે. હે ભગવન્! એમ કેમ કહો છો કે કેટલાક જીવો આત્મારંભી છે ઈત્યાદિ –
ગૌતમ! જીવો બે ભેદે કહ્યા – સંસારી અને સિદ્ધ. તેમાં આ અસંસાર સમાપન્નક-સિદ્ધ છે તે આત્મારંભી નથી યાવત્ અનારંભી છે અને જે સંસારી છે તે બે ભેદે છે – સંયત, અસંયત. તેમાં જે સંયત છે તે બે ભેદે - પ્રમત્ત સંયત, અપ્રમત્ત સંયત. તેમાં જે અપ્રમત્ત સંયત છે તે આત્મારંભી નથી યાવત્ અનારંભી છે. જે પ્રમત્ત સંયત છે, તે શુભ યોગની અપેક્ષાએ આત્મારંભી નથી યાવત્ અનારંભી છે, અશુભ યોગની અપેક્ષાએ આત્મારંભી પણ છે યાવત્ અનારંભી નથી. જેઓ અસંયત છે, તે અવિરતિ અપેક્ષાએ આત્મારંભી પણ છે યાવત્ અનારંભી નથી. તેથી આમ કહ્યું.
ભગવન્! નૈરયિકો આત્મારંભી, પરારંભી, ઉભયારંભી કે અનારંભી છે? ગૌતમ! નૈરયિકો આત્મારંભી છે યાવત્ અનારંભી નથી. ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ! અવિરતિ અપેક્ષાએ - X - એ રીતે અસુરકુમાર પર્યન્ત - યાવત્ - પંચેન્દ્રિય તિર્યંચયોનિક પર્યન્ત, મનુષ્યોને સામાન્ય જીવો માફક જાણવા, માત્ર સિદ્ધોનું કથન છોડી દેવું. વાણવ્યંતરથી વૈમાનિક પર્યન્ત નૈરયિકની જેમ જાણવા.
લેશ્યાવાળાને ઔઘિકવત્ જાણવા. કૃષ્ણ-નીલ-કાપોત લેશ્યાવાળાને ઔઘિકવત્ જાણવા, વિશેષ એ - પ્રમત્ત, અપ્રમત્તનું અહીં કથન ન કરવું. તેઉ-પદ્ય-શુક્લ લેશ્યાવાળાને ઔઘિક જીવોની જેવા જાણવા. વિશેષ એ કે – તેમાં સિદ્ધોનું કથન ન કરવું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit