Pramāṇa · Search · About · API

Viyahapannatti 35

Viyāhapannatti: ṭīkānusārī vivecana 35

Language
Gujarati

35

વિવેચન :–૨૨
આરંભ એટલે જીવ ઉપઘાત, ઉપદ્રવ, સામાન્યથી આશ્રવ દ્વારે પ્રવૃત્તિ. તેમાં આત્માને જે આરંભે કે આત્મા વડે સ્વયં આરંભ કરે તે આત્મારંભી. પરને કે પર વડે આરંભ કરે તે પરારંભી. તે બંનેને કે તે બંને વડે આરંભ કરે તે ઉભયારંભી. આત્મા-પર-ઉભયસંબંધી આરંભથી રહિત તે અનારંભી. એ પ્રશ્ન છે. તેનો ઉત્તર સ્પષ્ટ છે. વિશેષ આ - અસ્તિ એ અવ્યય છે. - X - અસ્તિ નો સન્તિ અર્થ કર્યો છે અથવા અસ્તિ શબ્દ પક્ષાંતર સૂચક લેતા ‘શું આ પ્રશ્ન છે?’ અને એગઈય એટલે કેટલાંક. જીવો આત્મારંભી પણ છે. ઈત્યાદિમાં અપિ શબ્દ પૂર્વપદ અને ઉત્તર પદના સંબંધનો સૂચક છે. અપિ શબ્દ આત્મારંભીપણું ઈત્યાદિ ધર્મોના એકાશ્રય કે ભિન્નાશ્રયને માટે છે.
એકાશ્રયપણું કાળના ભેદે જાણવું. જેમકે - કોઈ સમયે આત્મારંભી, કોઈ સમયે પરારંભી, કોઈ સમયે ઉભયારંભી છે, તેથી અનારંભી નથી.. ભિન્નાશ્રયથી આ રીતે – કેટલાક જીવો અસંયત છે. તે આત્મારંભી કે પરારંભી હોય છે. વગેરે. જીવોમાં ભિન્ન સ્વભાવના કેમ હોઈ શકે? એવો પ્રશ્ન કરવા કહ્યું – ભગવન્‌! તેનું શું કારણ?
મેં તથા અન્ય કેવલીએ જીવોના બે ભેદ કહ્યા છે. આ વાક્યથી સર્વજ્ઞોનો મત અભેદ કહ્યો. જો મતભેદ થાય તો - X - તેઓમાં અસત્ય વક્તૃત્વ આવે. પ્રમત્ત સંયતને સંયત હોવાથી શુભ અને પ્રમાદી હોવાથી અશુભ યોગ હોય છે. શુભયોગ-ઉપયોગપૂર્વક પડિલેહણાદિ કરવાં તે. અશુભયોગ - ઉપયોગરહિત પડિલેહણાદિ કરવા તે. કહ્યું છે – પ્રતિલેખનમાં પ્રમાદી છ કાયનો વિરાધક થાય.
શ્રમણનો સર્વ પ્રમત્ત યોગ - આરંભરૂપ હોય છે. આથી શુભાશુભ યોગો આત્મારંભાદિના કારણ થાય છે. અવિરતિ આશ્રીને અહીં આવો આશય છે - જો કે અસંયત સૂક્ષ્મ એકેન્દ્રિયાદિને સાક્ષાત્‌ આત્મારંભાદિ નથી, તો પણ અવિરતિને આશ્રીને તેઓને આત્મારંભાદિ છે, કેમ કે તે જીવો અવિરતિથી નિવૃત્ત થયા નથી. માટે અસંયતોને આત્મારંભાદિમાં અવિરતિ કારણ છે. વિરતિવાળાને કથંચિત્‌ આત્મારંભાદિ હોવા છતાં આરંભપણું નથી. કેમ કે સૂત્રોક્ત વિધિવાળા, યતના સહિતને થતી વિરાધના નિર્જરા ફળવાળી છે. તે કારણથી એ પ્રમાણે અર્થ કહ્યો છે.
હવે આત્મારંભકપણાદિનું જ નૈરિયિકાદિ ૨૪-દંડક દ્વારા નિરૂપણ કરે છે. ‘નૈરયિકાદિ’ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - મનુષ્યોમાં સંયત, અસંયત, પ્રમત્ત, અપ્રમત્ત ભેદો કહ્યા છે. તેથી મનુષ્યોને જીવો માફક કહેવા. કેવલ સંસારી અને મુક્ત એ બે ભેદ ન કહેવા. કેમ કે આ ચારે સંસારવર્તી જ છે. તેથી સૂત્રમાં ‘સિદ્ધ વિરહિત’ એમ કહ્યું. વ્યંતરાદિ અસંયત હોવાથી તેઓને નૈરયિકોની જેમ જ કહેવા.
આત્મારંભાદિ ભેદે જીવો નિરૂપ્યા. તેઓ લેશ્યાસહિત, લેશ્યારહિત હોય છે. સલેશ્યકને આત્મારંભાદિ ધર્મો દ્વારા જ નિરૂપે છે. લેશ્યા - કૃષ્ણાદિ દ્રવ્ય સાંનિધ્યજનિત જીવ પરિણામ. કહ્યું છે – કૃષ્ણાદિ દ્રવ્યના સંબંધથી સ્ફટિક માફક આત્મામાં થતા પરિણામમાં લેશ્યા શબ્દ પ્રયોજાય છે. જે રીતે નારકાદિ વિશેષણ રહિત જીવો કહ્યા, જેમકે – ‘ભગવન્‌! જીવો આત્મારંભી છે?, પરારંભી છે? આદિ’ એ રીતે સલેશ્યક જીવો કહેવા. લેશ્યાવાળા જીવોને સિદ્ધત્વનો સંભવ છે. તેથી સંસાર સમાપન્નત્વાદિ વિશેષણો રહિત, તેઓને સંયતાદિ વિશેષણો જોડવા.
તેમાં સૂત્રક્રમ આ રીતે – હે ભગવન્‌! સલેશ્યક જીવો શું આત્મારંભી છે? ઈત્યાદિ. વિશેષ એ કે – જીવને સ્થાને ‘લેશ્યાવાળા’ એમ કહેવું અને કૃષ્ણાદિ ભેદે બીજા છ દંડક મળીને કુલ ૭-દંડક થશે. સામાન્ય જીવ દંડક માફક કૃષ્ણાદિ ત્રણ જીવસમૂહનો દંડક પ્રમત્ત, અપ્રમત્ત વિશેષણ વર્જિત કહેવો. કૃષ્ણાદિ ત્રણ અપ્રશસ્ત ભાવ લેશ્યામાં સંયતત્વ હોતું નથી. ‘પૂર્વે સાધુપણાને પ્રાપ્ત જીવ કોઈપણ લેશ્યામાં હોય છે.’ એમ જે કહ્યું, તે દ્રવ્ય લેશ્યાને આશ્રીને માનવું. તેથી ભાવકૃષ્ણલેશ્યા આદિમાં પ્રમત્તાદિ વિશેષણોનો અભાવ કહ્યો. તેનું સૂત્ર ઉચ્ચારણ છે તે સ્પષ્ટ હોવાથી અહીં અનુવાદ કર્યો નથી. - X - X - વિશેષ એ કે – તેજોલેશ્યાદિ દંડકોમાં સામાન્ય જીવનું સરખાપણું લેતાં સિદ્ધો ન કહેવા. કેમ કે સિદ્ધો લેશ્યારહિત હોય છે. [પ્રશ્ન-વૃત્તિ મુજબ જાણવો.]
ભવ હેતુરૂપ આરંભ કહ્યો. હવે ભવ અભાવરૂપ ધર્મ કહે છે –

Linked texts (1)