Pramāṇa · Search · About · API

Viyahapannatti 348

Viyāhapannatti: ṭīkānusārī vivecana 348

Language
Gujarati

348

‘ભગવતી’ સૂત્ર-૨૨૫ :– [૫/૪/૨૨૫]
ભગવન્‌! છદ્મસ્થ મનુષ્ય વગાડાતા શબ્દોને સાંભળે છે, તે આ – શંખ, શૃંગ, શંખલી, ખરમુખી, કાહલી, પરિપિરિય, પ્રણવ, પટહ, ભંભા, હોરંભ, ભેરી, ઝલ્લરી અને દુંદુભિના શબ્દોને, તત-વિતત-ધન-ઝુસીર શબ્દોને? હા, ગૌતમ! છદ્મસ્થ મનુષ્યો તે સાંભળે છે.
ભગવન્‌! તે સ્પૃષ્ટ શબ્દોને સાંભળે કે અસ્પૃષ્ટ શબ્દોને? ગૌતમ! સ્પૃષ્ટને સાંભળે, અસ્પૃષ્ટને નહીં યાવત્‌ નિયમા છ દિશાથી– ... ભગવન્‌! શું છદ્મસ્થ મનુષ્ય આરગત શબ્દોને સાંભળે કે પારગત શબ્દોને? ગૌતમ! તે આરગત શબ્દો સાંભળે, પારગતને નહીં. ભગવન્‌! જો છદ્મસ્થ મનુષ્ય આરગત શબ્દો સાંભળે, પારગત શબ્દો નહીં, તો કેવલિ મનુષ્ય આરગત શબ્દ સાંભળે કે પારગત?
ગૌતમ! કેવલી આરગત, પારગત, સર્વે દૂર કે નીકટના અનંત શબ્દોને જાણે અને જુએ. - - કેવલિ આ સર્વેને જાણે અને જુએ એમ કેમ કહ્યું? ગૌતમ! પૂર્વ દિશાની મિત અને અમિત વસ્તુને પણ જાણે છે. એ રીતે દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર-ઉર્ધ્વ-અધો દિશાની પણ મિત અને અમિત વસ્તુને સર્વ જાણે છે. કેવલિ બધું જુએ છે અને બધું જાણે છે. સર્વકાલે અને સર્વભાવે બધું જુએ છે અને જાણે છે. કેવલિને અનંત જ્ઞાન, અનંત દર્શન છે. કેવલિના જ્ઞાન, દર્શન નિરાવરણ છે, તેથી કહ્યું કે યાવત્‌ જુએ છે.

Linked texts (1)