Pramāṇa · Search · About · API

Viyahapannatti 349

Viyāhapannatti: ṭīkānusārī vivecana 349

Language
Gujarati

349

વિવેચન :–૨૨૫
આઉડિજ્જમાણ - મુખ, હાથ, દંડાદિ સાથે શંખ, ઢોલ, ઝાલર આદિ વાદ્યવિશેષના સંયોગથી જે શબ્દો ઉત્પન્ન થાય તે. આવા શબ્દો છદ્મસ્થ સાંભળે છે. અથવા પરસ્પર અથડાતાં શબ્દદ્રવ્યો સાંભળે છે.
સંખિય - શંખિકા, ખરમુહિ - કાહલિ, પોયા - મોટી કાહલિ, પરિપિરિય - સુવરના ચામડાથી મઢેલ એક વાદ્ય, પણવ - નાનો ઢોલ, પટહ - મોટો ઢોલ, ભંભ - ઢક્કા, ભેરિ - મોટી ઢક્કા, ઝલ્લરિ - ઝાલર, હવે કહેલ, નહીં કહેલ વાદ્યના સંગ્રહ માટે કહે છે - X - X - વીણાદિ તત, પટહાદિ વિતત, કાંશ્યતાલાદિ ઘન, વંશાદિ - શુષિર વાદ્યો. પુટ્ઠાઈં સુણેઈ - આદિની વ્યાખ્યા શતક-૧-થી જાણવી.
આરગત-ઈન્દ્રિયોથી ગ્રાહ્ય,પારગત-ઈન્દ્રિયોથી અગ્રાહ્ય. સર્વથા દૂર રહેલ અને તદ્દન નજીક રહેલ શબ્દને અનંતિક-એટલે બહુ દૂર નહીં અને બહુ પાસે નહીં તેવા અથવા અનાદિ અને અંત વિનાના શબ્દોને (સાંભળે).
મિત - ગર્ભજ મનુષ્ય અને જીવદ્રવ્ય, અમિત - અનંત કે અસંખ્ય વનસ્પતિ, પૃથ્વીજીવ દ્રવ્યાદિ અપેક્ષાથી જાણે. કેમકે કેવલિને અનંતાર્થ વિષયપણાથી અનંત જ્ઞાન છે. ક્ષાયિક હોવાથી આ જ્ઞાન નિરાવરણ-શુદ્ધ છે. વાચનાંતરમાં નિર્વૃત્ત, નાશ થયેલ આવરણવાળું, વિશુદ્ધ કહ્યું છે – ફરી છદ્મસ્થમનુષ્ય આશ્રીને–

Linked texts (1)